દેશની સુરક્ષાના હિતમાં સૈન્યને વધુ સત્તા અપાય તેવી વડી અદાલતમાં અપીલ
આતંકવાદીઓ સામેની સશ કાર્યવાહીમાં અનેક જવાનોનો ભોગ લેવાય છે. શહિદી વ્હોરી લેનારા જવાનો કરતા લોકોનો ભોગ લેનારા આતંકવાદીઓ પ્રત્યે કેટલાક લોકો વધુ હમદર્દી રાખતા હોય છે. આતંકવાદીઓને મારવા માટે વપરાયેલી દરેક ગોળીનો હિસાબ સૈન્યને આપવો પડે છે. સૈન્યના હા બંધાયેલા હોવાના કારણે કામગીરી કરવામાં અનેક મુશ્કેલીઓ પડે છે. માટે તાજેતરમાં વડી અદાલતમાં સૈન્ય દ્વારા એન્ટીટેરર ઓપરેશનમાં કેટલીક છુટછાટ આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે.
ચીફ જસ્ટીસ જે.એસ.ખેહરની ખંડપીઠ સમક્ષ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે, જયારે આતંકવાદીઓ ગોળીબાર કરે છે ત્યારે સૈન્યએ વળતો હુમલો કરવો પડે છે. સૈન્ય માત્ર સ્વરક્ષણ કરી શકે નહીં તેના પર સમગ્ર દેશની જવાબદારી છે. સામાન્ય નિયમો માત્ર સામાન્ય નાગરીકો પુરતા હોવા જોઈએ. દેશની સુરક્ષા માટે સૈન્યને ખુલાસા ન કરવા પડે તે પ્રકારના નિયમો ઘડવા ખુબજ જ‚રી બની જાય છે.
સરકાર આર્મફોર્સીસ સ્પેશ્યલ પાવર એકટ મામલે વિચાર કરી રહી છે. ત્યારે વડી અદાલતમાં આ મામલો પહોંચ્યો છે. આતંકીઓ સામે પગલા લેવા સૈન્ય પાસે વધુને વધુ પાવર રહે તે સમગ્ર દેશની સુરક્ષાના હિતમાં છે.