સોનાના ઘરેણા ડબલ કરી આપવાનું કહી ઘરેણા સેરવી નકલી ઘરેણા ધાબડી દેતા હોવાની કબુલાત: આઠ ગુનાનો ભેદ ઉકેલાયો: રૂ.૨.૮૫ લાખનાઘરેણા કબ્જે

ઉપલેટા, જેતપુર, ભાયાવદર, ધોરાજી, ગોંડલ, કુતિયાણા, ભાણવડ અને જૂનાગઢની મોટી ઉમરની મહિલાઓને સોનાના ઘરેણા ડબલ કરવાની લોભામણી લાલચદઇ વિધી કરવાના બહાને સાચા ઘરેણા સેરવી નકલી ઘરેણા ધાબડી છેતરપિંડી કરતી ઠગ ગેંગનાત્રણ શખ્સોને ઉપલેટા પોલીસે ધરપકડ કરી રૂ.૨.૮૫ લાખના ઘરેણા કબ્જે કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબઉપલેટાના ગુ‚નાનક મંદિર પાસે રહેતી ડોલરબેન હેંમતભાઇ શાહ નામના ૬૬ વર્ષના વૃધ્ધા ભગવતસિંહજી માર્ગ પર ચાલીને જઇ રહ્યા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ માતાજીના મંદિરેજવાનો માર્ગ પૂછી વૃધ્ધાએ પહેરેલા સોનાના ઘરેણા આપો તો ડબલ કરી આપવાની વિધી કરીઆપવાની લોભામણી લાલચ દઇ રૂ.૧.૫૦ લાખની કિંમતના સોનાના ઘરેણા લીધા બાદ નકલી ઘરેણાધાબડી છેતરપિંડી કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

ઉપલેટા પોલીસ મથકના પી.આઇ.એચ.જી.પલ્લાચાર્ય, હેડ કોન્સ્ટેબલ નિલેશભાઇ ચાવડા, હરદેવસિંહ ચુડાસમા, મહેન્દ્રભાઇ ધાધલ અને ગીરીરાજસિંહ ચુડાસમા સહિતના પોલીસ સ્ટાફ ઉપલેટાના અશ્વીન રોડ પર પેટ્રોલિંગમાં હતા .

તે દરમિયાન ત્રણ અજાણ્યા શંકમંદ હોવાનું અનેપોતે સંત હોવાનુ કહી મહિલાઓ સાથે છેતરપિંડી કરતા હોવાની મળેલી બાતમીના આધારેવિક્રમ ચોકમાં પોલીસ સ્ટાફ પહોચી કેશોદના અબુબકર સુલેમાન ઘાચી, ધારાગઢના યુનુસ દાદ સિપાઇ અને અમરેલીના મોટા લીલીયાના સલીમ મજીદ મકવાણા નામના શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રૂ.૨.૮૫ લાખની કિંમતના સોનાના ઘરેણા કબ્જે કર્યાછે.

ત્રણેય શખ્સોની પૂછપરછ દરમિયાન તેનેઉપલેટાના ડોલરબેન હેંમતભાઇ શાહના રૂ.૧.૫૦ લાખની કિંમતના સોનાના ઘરેણા ડબલ કરી આપવાના અને પતિની વિધી કરવાના બહાને ઠગાઇ કર્યાની કબુલાત આપી હતી. તેમજ ત્રણે યશખ્સોએ જેતપુર, ધોરાજી, ગોંડલ, ભાયાવદર, કુતિયાણા, ભાણવડ અને જૂનાગઢ શહેર સહિત આઠથી વધુ સ્થળે ઠગાઇ કર્યાની કબુલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.