શહેરમાં આવેલા જીમખાના હોલ ખાત ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગપે વાર્ષિક સભા જેમાં ૨૦૧૭-૧૮ના અને ૨૦૧૮-૧૯ના ઓડિટ જાહેર કરવામાં આવ્યા હતા. સાથો સાથ વિસ્તારના આગેવાનો અને વેપારીઓના ઉત્કૃષ્ટ દેખાવને લઈ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
અબતક સાથેની વાતચીત દરમિયાન ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધનસુખભાઈ વોરાએ જણાવ્યું કે અમારો આજે પહેલો કાર્યક્રમ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ માટેનો સને ૨૦૧૭-૧૮ના વર્ષની વાર્ષિક સામાન્યસભા એટલે ૧૭મી વાર્ષિક સામાન્ય સભાનો કાર્યક્રમ હતો.
સામાન્ય સભાની અંદર ગત વર્ષની કામગીરી અને ગત વર્ષના આવક-જાવકના હિસાબો રજુ કરવામાં આવ્યા. અમારા સેક્રેટરીએ ગત વર્ષની કાર્યવાહીનો અહેવાલ રજુ કર્યો અને ટ્રરેજરર અજીતસિંહ જાડેજાએ હિસાબો રજુ કર્યા. આવતા વર્ષના અંદાજપત્રના ફિગર્સ પણ રજુ કરવામાં આવ્યા એટલે સામાન્યસભાની કાર્યવાહી પૂર્ણ કરી.
હવે પછીના જે કાર્યક્રમો છે એ સર્વે રાજકોટના વેપાર ઉધોગના આગેવાનોને લગતા છે. પહેલો કાર્યક્રમ માસ્ટર માઈન્ડ સુરતના વકતા અસલમભાઈ ચારણીયાએ ભારત સોને કી ચિડિયા નામના કાર્યક્રમ દ્વારા આપણા દેશની કાલ આજ ઔર કલ આર્થિક સ્થિતિ અંગે વાર્તાલાપ કરવાના છે અને ભવિષ્યમાં દેશની આર્થિક સ્થિતિ અને વેપારી કઈ તરફ આગળ વધશે તે અંગે માર્ગદર્શન આપનાર છે.
પછીના કાર્યક્રમમાં રાજકોટના વેપાર અને ઉધોગના મહાનુભાવો દ્વારા એવોર્ડ જે પ્રાપ્ત થયેલ છે તેવા એવોર્ડ પ્રાપ્ત થયેલ મહાનુભાવોનો ગૌરવ સન્માન કરવા માટેનો કાર્યક્રમ રાજકોટના ૧૭ ઈન્ડસ્ટ્રીયાલીસ્ટો આ કાર્યક્રમ દરમિયાન સન્માનિત થનાર છે અને તેમાં જિલ્લા કલેકટર, શહેર પોલીસ કમિશનર, શહેર મ્યુનિસિપલ કમિશનર, મેયર તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત થનાર છે.