- 76માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન, તિરંગા રેલી, સરકારી ઇમારતો પર રોશની શણગારના કાર્યક્રમો સાથે દેશ પ્રેમની ઊર્મિનો મહાસાગર હિલોળે ચડશે
રાષ્ટ્રના 76માં પ્રજાસત્તાક પર્વ-મી જાન્યુઆરી-25ની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં વાલોડ તાલુકાના ખાતે થશે. તા.26મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા (ઇડર) ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ (શહેરા) ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરોના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના ધ્વજ વંદન સમારોહ યોજાશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 26 જાન્યુઆરી 8-12 શાંતિ તિરંગો લહેરાવવા માટે પ્રાથમિક શાળા શ્રી કોલેજ સુધીના શૈક્ષણિક સંકુલો સરકારી કચેરીઓના સંકુલોરાજકીય સામાજિક સંસ્થાઓના સંકુલ થી લઈ ઉદ્યોગિક સંકુલો અને દેવસ્થાનો મંદિર મસ્જિદમાં ધ્વજ વંદન સહિતના કાર્યક્રમો અને તિરંગા રેલી સાથે સૌરાષ્ટ્રમાં દેશપ્રેમના માહોલને જગ મગાવતા કાર્યક્રમો અને સરકારી ખાનગી જાહેર મિલકતો ને રોશનીના શણગારથી સજાવવામાં આવ્યા છે.
મિરામ્બિકા એજયુકેશન ઈન્સ્ટીટયુટ
શ્રી મિરામ્બિકા એજયુકેશન ઈન્સ્ટીટયુટમાં તા.26 રવિવારના રોજ સવારે 8 કલાકે સંસ્થાના ટ્રસ્ટી હર્ષાબા જાડેજાના હસ્તે ધ્વજવંદનનોકાર્યક્રમ રાખવામાં આવેલ છે.
ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કુલ
ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કુલમાં 26 રવિવારના રોજ સવારે 9.30 કલાકે સંસ્થાના ડાયરેકટર ડો.મયુરધ્વજસિંંહ જાડેજાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તો આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ તથા વાલીગણ જોડાશે.
શહેરીજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતાં મ.ન.પા.ના પદાધિકારીઓ 76માં પ્રજાસત્તાક પર્વ નિમિતે દેશના મૂલ્યોની રક્ષા કાજે સંકલ્પબધ્ધ બનવા આહવાન કરાયું
‘પ્રજાસત્તાક દિન’ અથવા ‘ગણતંત્ર દિવસ’ 26 જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ.1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ ‘પ્રજાસત્તાક’ (ગણતંત્ર) દેશ બન્યો હતો.
26 જાન્યુઆરી 1950 એ ભારત દેશના ઇતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત ખરા અર્થમાં સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. આ દિવસે ભારત સંપૂર્ણ લોકતંત્ર બન્યુ. ભારત દેશ એ મહાત્મા ગાંધી અને હજારો સ્વતંત્ર સેનાનીઓ, જેમણે સ્વાતંત્ર્ય માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કર્યુ હતુ તેમનુ સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વપ્ન ફળીભુત થતુ જોયુ. આથી પ્રતિવર્ષ 26 જાન્યુઆરીનો દિવસ દેશભરમાં ‘પ્રજાસત્તાક પર્વ’ તરીકે ઊજવવામાં આવે છે. ‘ગણતંત્ર દિવસ, સાથે દેશની અનેક મહત્વપૂર્ણ યાદો જોડાયેલી છે, આઝાદી પછી 26 જાન્યુઆરી 1950ના દિવસે દેશમાં બંધારણ લાગુ થયુ,જે અંતર્ગત ભારતને એક લોકશાહી ગણતંત્ર રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યુ.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસકક્ષ દંડક મનીષભાઈ રાડિયાએઆ 76માં ‘પ્રજાસત્તાક પર્વ’ નિમિતે આપણે બધા દેશ પ્રત્યે પોતાના સંકલ્પને દોહરાવતા બંધારણના મૂલ્યોની રક્ષા માટે સંકલ્પબદ્ધ બનવા આહવાન કરેલ છે તેમજ શહેરીજનોને 76માં ‘પ્રજાસત્તાક પર્વ’ની ખુબ ખુબ શુભેચ્છા અને હાર્દિક શુભકામનાઓ પાઠવેલ છે.
શહેર ભાજપ ‘કમલમ’ કાર્યાલયે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરાશે
અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા પ્રજાસતાક તા. 26/1ના રવીવારે, સવારે 8.00 કલાકે પ્રજાસત્તાક દિન નિમિતે શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીની અધ્યક્ષતામાં અને વિધાનસભા-69 ના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાનાર છે અને શહેર ભાજપ દ્વારા તીરંગાને આન, બાન અને શાનથી સલામી આપશે. આ કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા કાર્યાલય ખાતેથી શહેર ભાજપ ઉપપ્રમુખ અને કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા તેમજ સહકાર્યાલય મંત્રી શૈલેષ દવે સંભાળી રહયા છે. ત્યારે આ ધ્વજવંદન કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને શહેર ભાજપ કમલમ કાર્યાલય, શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે, 150 ફુટ રીંગ રોડ ખાતે ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ જાહેર અનુરોધ કર્યો છે.
- ભારત માટે 2025નું વર્ષ વિકાસ માટેની અસંખ્ય તકો લઈને આવ્યું છે: મુકેશ દોશી શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ શહેરીજનોને પ્રજાસત્તાક પર્વની પાઠવી શુભેચ્છા
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે કાલે તા. 26/1 પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવેલ છે કે દેશના સ્વાતંત્રય સેનાનીઓના ખુબ જ લાંબા સંધર્ષ બાદ ભારતને 15 ઓગષ્ટ 1947 ના દિવસે આઝાદ કરાવ્યો, અને આઝાદી મળયાના લગભગ અઢી વર્ષ બાદ ભારતમાં પોતાનું સંવિધાન લાગુ કરવામાં આવ્યું, તા. 26 જાન્યુઆરી, 1950 ના દિવસે આપણી સંસદ દ્વારા ’સંવિધાન’ ને બહુમતી દ્વારા પસાર કરી અમલમાં મુકવામાં આવ્યું.
લાલ કિલ્લા પર સૌથી પહેલા આપણા દેશના પ્રથમ નાગરિકના રૂપમાં ઉપસ્થિત દેશના રાષ્ટ્રપતિ દેશનો ત્રિરંગો ફરકાવવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા બહાદુર લોકોને સન્માનિત કરવામાં આવે છે. આ અવસરે એક પરેડ કાઢવામાં આવે છે જે રાજઘાટથી વિજયઘાટ પર સમાપન થાય છે. દેશના ત્રણેય ભુમિ, વાયુ અને જળ સેનાના જવાન પોતાનું કૌશલ્ય અને કરતબ બતાવે છે અને શાળાના બાળકો રંગારંગ કાર્યક્રમ રજૂ કરે છે. ત્યારે ગણતંત્ર દિવસ ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતાને પણ દર્શાવે છે.
દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉજવાઇ રહયો છે અને તેમના શાસનકાળ દરમ્યાન વર્ષ 2025ભારતના વિકાસ માટે અસંખ્ય નવી તકો લઈને આવ્યું છે.જગતની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવાની આપણી યાત્રા આ વરસે વધારે વેગ પકડશે.આજે ભારત વિશ્વમાં રાજકીય અને આર્થિક સ્થિરતાનું પ્રતીક છે.ભારતની આ ભૂમિકા 2025 માં વધુ મજબૂત બનશે તે સૌ દેશવાસીઓ માટે ગૌરવરૂપ વાત છે. તેમ અંતમાં શહેરીજનોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવતાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ જણાવેલ હતું.