જુનાગઢના ભવનાથ શ્રેત્રમા આવેલ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે વર્ષોથી તમામ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થાય છે, પરંતુ આ વખતે પ્રથમ વખત એવું બન્યું કે, કોઈ જેનાચાર્યએ તિરંગો લહેરાવ્યો અને એને સલામી આપી હતી. જૂનાગઢના ઇતિહાસની પ્રથમ ઘટના ગણી શકાય એમ આઝાદીના 77 વર્ષમાં પ્રથ વખત ગિરનાર ક્ષેત્રમાં જૈન સમાજના સિદ્ધ સંત એવા ગોંડલ સંપ્રદાયના પરમ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. અને તેમના દ્વારા તિરંગાને સલામી અપાઇ હતી. આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગીરીશભાઈ કોટેચા, જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, જુનાગઢ લઘુમતી સમાજ અગ્રણી એજાજ બાપુ સહિતનાઓએ હાજરી આપી હતી.
જૂનાગઢનાં રૂદ્રેશ્ર્વર જાગીર ભારતી આશ્રમ ખાતે નમ્રમુનિ મહારાજ સાહેબના હસ્તે તિરંગો લહેરાવાયો
Previous Articleસમર્પણ સર્કલ પાસેથી ચોરાઉ મોબાઇલ સાથે તસ્કર પકડાયો
Next Article જામજોધપુરના ગોપ ગામે યુવાનનો આપઘાત