બસ હવે થોડા જ દિવસો બચ્યા છે દિવાળીના તહેવારને , બધી જ ગૃહિણીએ દિવાળીની સાફસફાઈનું કામ ખૂબ જ જોર શોર થી ચાલુ કરી જ દીધું હશે. અને સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે સાફ સફાઈ કરવાથી ઘરની સાથે સાથે સ્વાસ્થ્ય પણ સારું બની રહે છે.
પરંતુ સાફ સફાઈમાં ગૃહિણીનો ઘણો સમય ખર્ચ થઈ જતો હોય છે એવામાં જરૂરી હોય છે કે કઈક એવા ટ્રિક્સની જેના દ્વારા સમયની બચત થઈ શકે આજે અમે તમને કેટલીક એવિ ટ્રિક્સ કહીશું જે તમને સાફ સફાઈમાં ઉપયોગી બની રહશે…
૧ ) સ્લાઈડિંગ ડોર :
સ્લાઈડિંગ ડોરની સફાઈ કરવી સૌથી મુશ્કેલ કામ છે. ઓછા સમય માં તેને સાફ કરવા માટે તમે હાથમાં મોજા પહેરીને તેને સાફ કરી શકો. આથી તે સારી રીતે સાફ થાય છે અને સમય પણ બચી જશે.
૨) બેકિંગ પ્લેટ :
બકિંગ પ્લેટ્સ સાફ કરવા માટે એલ્યુમિનિયમ ફૉયલનો ઉપયોગ કરો. આથી તે સારી રીતે સાફ થશે.
૩) પીતળના વાસણો :
પીતળના વાસણોની સફાઈ કરવા માટે સાબુનો ઉપયોગ કરો તે સિવાય તમે કેચઅપનો પણ ઉપયોગ કૃ શકો છો. કેચઅપથી સાફ પીતળના વાસણ ઝડપથી સાફ થાય છે.
૪) બારીની સફાઈ :
બેકિંગ સોદા અને વિનેગારને મિક્સ કરીને તેને ૧૫ મિનિટ સુધી રાખીને બારીની સફાઈ કરવાથી તે જલ્દીથી સાફ થઈ જશે.
૫) ટોઈલેટની સફાઈ :
ટોયલેટ પેપર લઈ તેના પર વિનેગર લગાવી ને તેને થોડો સમય માટે સીટ પર મૂકી. ત્યારબાદ તેને પાણીથી સાફ કરો. તેનાથી તમારું ટોયલેટ નવું દેખાશે.
૬) સ્ટીલના વાસણો :
સ્ટેનલેસ સ્ટીલના વાસણો સાફ કરવા માટે તેના પર તમે શેવિંગ ક્રીમ લગાવી તેને સાફ કરી શકો છો જેના થી વાસણો પર કઈક અલગ જ ચમક દેખાશે.
૭) સોફ્ટ ફર્નિચરની સફાઈ :
સોફ્ટ ફર્નિચરની સફાઈ માટે હાથમાં રબરના મોજા પહેરી તેને સાફ કરવાથી જલ્દી થી સાફ થશે.