- રાજકોટ, જામનગર, અમદાવાદ અને દિલ્હી સહિત સ્થળોએ 11 ગુનાઓ આચર્યા
- છ શખ્સોની ધરપકડ: રૂ. 8.62 લાખનો મુદામાલ કબ્જે
શહેરમાં વધતા જતા ઓર્થિક ગુનાઓ અટકાવવા પોલીસ કમિશ્નરે આપેલા આદેશને પગલે ક્રાઇમ બ્રાંચને વધુ એક સફળતા મળી છે. જેમાં આતર રાજય કડીયા સાસ ગેંગને ઝડપી લીધા બાદ કારના કાર તોડી રોકડ સહિતની ઉઠાંતરી કરતી આંતર રાજય ગીલોલ ગેંગ ને ઝબ્બે કરી રોકડા પ લાખ, પાંચ લેપટોપ અને પાંચ મોબાઇલ મળી રૂ. 9.62 લાખનો મુદામાલ કબ્જે કરી ચાર ગુનો ભેદ ઉકેલી નાખ્યો છે. ઝડપાયેલા છ શખ્સોએ 11 ગુના આચર્યાની કબુલાત આપી છે. શહેરના 1પ0 ફુટ રોડ અમૃત સાગર પાર્ટી પ્લોટ પાસે લકઝરીયસ કારના કાચ તોડી રોકડા રૂ. 10 લાખ, લેપટોપ અને ચેક બુક મળી રૂ. 11.50 લાખની ચોરી અંગેની માલવિયા નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા જેનો ભેદ ઉકેલવા માટે પોલીસ મથામણ હાથ ધરી હતી.
શહેરમાં ચોરી સહિતના વધતા જતા આર્થિક ગુનાઓ અટકાવવા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે આપેલી સુચનના પગલે અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી, ડીસીપી પાર્જરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એસીપી ક્રાઇમ બી.બી. બસીયા અને ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ.આર. ગોડલીયા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.
સીસી ટીવી કેમેરા અને બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી નજીક પ્રાંચી ગેગ ટોળકીના શખ્સો શંકાસ્પદ હાલતમાં હોવાની હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ રૂપાપરાને મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. એમ.જે. હુણ સહિતના સ્ટાફ દરોડો પાડયો હતો
દરોડા દરમ્યાન તામિલનાડુના જગન બાલ સુબ્રહ્મણ્યમ અગરમુડીપાર, દિપક પારથીબન અગમુડયાર, ગુનશંકર ઉમાનાથ, મુરલી વીરપથરન ઉર્ફે વિરભદ્રન મોદલીયાર, એગા મરમ કાતાન અને મધુસુદન ઉર્ફે વીજી સુગુમારન ની અટકાયત કરી હતી. પ્રાથમિક પુછપરછમાં માલવિયાનગર, જામનગર, અમદાવાદ અને દિલ્હીના બે ગુના મળી પાંચ ગુનાના ભેદ ઉકેલી રોકડ મળી રૂ. 8.62 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.ઝડપાયેલી ગેંગે ત્રણ મહિલામાં દિલ્હી રેલવે સ્ટેશન, અમદાવાદ, જામનગર અને રાજકોટ સહિત 11 ગુનાઓ આચાર્યાની કબુલાત આપી છે. પી.એસ.આઇ. એ.એન. પરમાર, એ.એસ.આઇ. ઘનશ્યામભાઇ, હેડ કોન્સ્ટેબલ અમીતભાઇ, અને કુલદીપસિંહ રાણા સહીતના સ્ટાફે કામગીરી બજાવી હતી.