કામઘેનુ સેવા પ્રતિષ્ઠાન (પુના)ના અધ્યક્ષ વિવેક રત્નપારખી,ચેરમેન વિજય ભટ્ટકર, ઉપાધ્યક્ષ વિજય ઠુબે તેમજ સાથી ટીમ દ્વારા પંજાબ નેશનલ બેંકના આર્થિક સહકારથી પુના ખાતે ત્રિદિવસીય વર્લ્ડ કાઉ કોન્ફરન્સ એન્ડ એગ્રી એક્ષ્પોનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કોન્ફરન્સમાં પુનાનાં સાંસદ ગીરીશ બાપટ,ધારાસભ્ય ચંદ્રકાન્ત પાટીલ,ઈસ્કોનના સંજય ભોંસલે, રાષ્ટ્રીય કામઘેનુ આયોગના સુનીલ માનસીંઘકા સહીતના ગૌસેવકો અધીકારીઓ, પદાધીકારીઓ, સંતો-મહંતો વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.આ સંમેલનમાં ડો.વલ્લભભાઈ કથીરીયાએ સમગ્ર ભારતમાં વિકાસ,ગૌશાળા-પાંજરાપોળોને  સ્વાવલંબન તરફ  વાળવા, ગૌચરનું નવ નિર્માણ,પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન,દેશીકૂળના ગગૌ સંવર્ધનને પ્રોત્સાહન અને આ પગલાઓ થકી ખેડુતોની આવક બમણી કરવાના નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવામાં સહાય આપવા સહિતના અનેકો મુદ્દા ઉપર માર્ગદર્શન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.