છેલ્લા દશકામાં મોંઘા સ્માર્ટ ફોન, દેખાદેખી, સગાઇ-લગ્નમાં ભભકો દેખાડવો અને ખોટી લાઇફ સ્ટાઇલ સાથે ખોટાખર્ચાઓ વધવાના કારણે બે છેડા ભેગા કરવામાં બધાને તકલીફ પડી રહી છે, બધાની જીંદગી આર્થિક ભીંસને કારણે તણાવ ભરી થઇ ગઇ છે
વર્ષો ચાલી આવતી આપણી મૂળભૂત જરૂરિયામાં રોટી-કપડાં અને મકાન હતા જે છે અને રહેશે જ. પણ નવી પેઢીની પ્રવર્તમાન લાઇફ સ્ટાઇલને કારણે આજે બધા ખેંચ અનુભવે છે. વર્ષો પહેલા બીજા ખર્ચો લોકો બહુ ઓછો કરતાને પૈસાનુ મૂલ્ય સમજતા હતા. સાથે થોડી બચત પણ કરતા હતા. આજે સાવ ઉંધુ થયું છે આવે તેટલું ઉડાડવું જેના કારણે પરિવાર ખુબ જ મુશ્કેલીમાં મુકાય છે. ખોટા મોજ શોખને દેખાદેખીને કારણે પોતાનું આયોજન વીખી નાખીને બહારના ખર્ચા કયારેક વિનાશ નોંતરે છે. આર્થીક ભીંસને વ્યાજના ચકરડાને કારણે ઘણા આપઘાત પણ કરી લે છે.
પહેલા એક કહેવત હતી કે ‘પછેડી જેબડી જ સોડ તણાય’ તમારી માસિક આવક સામે જાવક કયારેય વધવી ના જોઇએ. નાનકડી બચત પણ અણીના સમયે કામ આવે છે. આજનો યુવા વર્ગ કમાય તેનાથી ડબલ ખર્ચા કરે છે. ક્રેડીટ કાર્ડથી બહારની ખરીદીને કારણે ફસાય જાય છે. ઘણા તો આવી મુશ્કેલી માંથી નીકળવા શોર્ટકટથી પૈસા કમાવવા આડે-અવડે માર્ગે પણ ચડી જાય છે. આપણા મા-બાપે જીવનમાં થોડુ થોડુ ભેગુ કરીને તમને ભણાવ્યા-ગણાવ્યા લગ્ન વિગેરે તમામ પ્રસંગો પાર પાડયા કયારેય લોનનાં ચકરડા નોતા ફેરવ્યા. જૂના લોકોમાં આયોજન હતું જે લાંબી દૃષ્ટિથી જોતાને ખોટા ખર્ચા કયારેય ન કરતાં હતા.
છેલ્લા 10 વર્ષ માતા પિતાથી જુદા રહેતા પરિવાર ઓછી આવકને કારણે પોતના ભોગવે છે તે સૌ જાણે છે. વિભકત કુટુંબોના ગેરફાયદા ઘણાં છે તો સામે સંયૂકત પરિવારમાં ઘણા ફાયદા છે. એકાદ નબળો ભાઇ પણ સબળા ભેગો તરી જાય છે. સંયુકત પરિવારમાં સંપ સહયોગ સાથે પ્રેમ-હુંફ લાગણી હતી. આવા વાતાવરણમાં માત્ર પત્નીના કહેવાથી જુદા થઇ ને હાથે કરીને દુ:ખી થયા. આર્થિક સ્થિતિ બગડવાના ઘણા કારણો હોય છે, જેમાં મુખ્યત્વે જરૂરિયાત ન હોયને કરાતા ખર્ચા તથા આજની દેખાદેખીની લાઇફ સ્ટાઇલ મુખ્ય છે. જો આ બાબતે આજનો માનવી ધ્યાન રાખે તો કયારેય મુશ્કેલીના આવી શકે.
આજના યુગમાં ઘરનાં જેટલા સદસ્યો હોય તેટલાને સ્માર્ટ ફોન જોઇએ છીએ, અને તેના રીચાર્જ વિગેરેનો હિસાબ લગાવો એકાદ લાખ રૂપિયા તો આમથી ચાલ્યા જાય છે. સોશ્યલ મીડિયા સાથે બધાને જોડાવું જરૂરી જ છે. તેથી વ્યક્તિ ફોન તો જોઇએ જ ને. આવા નાનકડા બીનજરૂરી કારણે પણ પરિવારમાં આર્થિક તંગી આવે ને સ્ત્રીઓને તો ઘણી મુશ્કેલી આવે. દરરોજ બે ટાણા જમાડવું ને દૂધ,કોફિ, શાકભાજી જેવા વિવિધ ખર્ચાઓ પતી તરફથી ના મળે એટલે ઘરમાં કંકાસ થાય છે. આર્થિક મુશ્કેલીને કારણે છૂટા છેડાના કેસો પણ વધવા લાગ્યા છે. દેખાદેખીને કાારણે મોટી મોટી વાતોથી અંજાઇને લગ્ન થઇ જાય પછી ખબર પડતા પરિવારો વચ્ચે મન દુ:ખ પેદા થતાં જોવા મળે છે.
માસિક આવક સાથે બાર મહિનાની વાર્ષિક આવકમાં પરિવારનાં વિવિધ ખર્ચા, ઘરખર્ચ વિગેરેનું આયોજન કરો તો તમે જીવનમાંથી ફેકાય જાવ. તમે દરરોજ ખોટા ખર્ચા કરો છો તેનો માસિક કે વાર્ષિક હિસાબ કરજો ત્યારે ખબર પડશે કે આવુ તો કેટલા દી ચાલે. 21મી સદીની બદલાતી લાઇફ સ્ટાઇલ મુજબ જ બધાને રહેવું, હરવું, ફરવું છે, મહેનત નથી કરવી આ પ્રકારેના જીવન લાંબુ ટકીના શકે તેથી સૌએ બચત કરવી હિતાવહ છે.
આજે બધાને હરવા, ફરવા નો બહુ ટ્રેન્ડ છે. જેમાં દેખાદેખી મહત્વનો ભાગ ભજવે છે. ઘણા લોકો બાઇકથી ચાલતુ હોય તો પણ સ્ટેટ્સને કારણે કાર લેવાનો આજે ટ્રેન્ડ છે તેથી લોન લઇને પણ આ હાથી બાંધે છે. પછી હીતા ન ભરો એટલે ગાડી ખેંચાય જાયને હતા ત્યાંને ત્યાં આવી જાય છે. દર રવિવારે બહાર જવાના ટ્રેન્ડે પણ પરિવારનું માસિક આયોજન વિખેરી નાંખે છે. પહેલા તો આવુ હતુ જ નહી તે વડીલો આજે પણ પુત્ર-વહું ને સલાહ આપતા જોવા મળે છે. વડિલોએ દુનિયા જોઇ હોવાથી તેને આવનારુ સંકટ દેખાતું હોયને આજકાલના ગુગલ યુવાને તો કઇ પડી જ નથી હોતી તેથી પિતા-પુત્ર વચ્ચે જગડાઓ પણ આજે જોવા મળે છે. આજ કારણે આજનો માનવી તણાવ વાળી જીંદગી જીવી રહ્યા છે.
આજે ઘરમાં બ્યુટી પાર્લર, સલુન કે બ્રાન્ડેડ કપડાના વળગણે પણ પરિવારોને લોન લેતા કરી દીધા છે. આજે તો ભાગ્યે જ કોઇ પરિવારને લોન ચાલુ ન હોય એવું બને. આજે ઘરના તમામ સભ્યોના જન્મ દિવસ મેરેજ ડેઇટ જેવી ઉજવણીમાં પૈસાનો ખોટો અને વધુ પડતો ધૂમડો વિનાશ નોંતરે છે. તમારી આવક હોય તેટલી જ જાવક હોય ત્યાં લગી કદાચ બધુ ચાલે પણ આવકની સામે જાવક વધી જાય એ દિવસથી મુશ્કેલી આવી પડે છે. સગાઇ-લગ્નના ભભકામાં માણસો લાખોના દેણા કરીને ગામને બતાવવા માગે છે. પછી જીંદગી ભર બેંકના વ્યાજના ચકરડા ચાલ્યા જ કરે છે. સરકારી શાળામાં બધે મફત ભણાવે છે. છતાં લાખો રૂપિયાની ફિ ભરીને પાડોશીનો છોકરો જાય છે એટલે મારે પણ ત્યાં ભણાવવાની ઘેલછા જ તેને દેણામાં ડુબાડે છે.
ખોટી લાઇફ સ્ટાઇલના કારણે મેડીકલ ખર્ચા પણ આજરોજ વધુ જોવા મળે છે. લોનના ઉંચુ વ્યાજ અને ક્રેડિટ કાર્ડને કારણે સૌની આડે ઘડ ખરીદી પારિવારીક મુશ્કેલીઓ પેદા કરે છે. ખોટા ખર્ચાઓથી હવે ચેતવાની જરૂર છે. આવનારી પૈઢીને સમજાવો નહિતર બધુ જ વેંચાય જશે ને રોડ ઉપર આવતા વાર નહી લાગે. પતી પત્ની સમજું હોયને એકબીજા વિચારો રજૂ કરીને બધા થોડી થોડી મહેનત કરીને પરિવારને સ્વર્ગ બનાવી રશકે પણ આજે તો સહનશીલતા કોઇના માં છે જ નહી તેથી રોજ ઝગડા જ ઘરને પાયમાલ કરી દે છે.આજે મોટા ભાગના ઘરોમાં આર્થિક ખેંચને કારણે જ અશાંતિ જોવા મળી રહી છે. જરૂરિયાત વર્ગના ખર્ચાઓ બંધ કરો તો પણ કંઇ બે પાંદડે થવાના ચાન્સ રહે છે. આજે તો વ્યસન પાછળ માણસો તમામ કમાણી ઉડાડી મુકે છે. આજકાલના મોજ શોખે કેટલાય પરિવારોને છિન્ન ભિન્ન કરી નાખ્યા છે. આર્થિક સ્થિતિ બગાડવાના મુખ્ય કારણોમાં આપણો જ વાંક હોય છે. જો વ્યક્તિ પોતે ધ્યાન રાખે તો કયારેય મુશ્કેલી પડતી નથી. પહેલા બધા વરસમાં એકવાર દિવાળી ઉપર જ કપડાં લેતા. આજે દર મહિને લે છે. બધા આજના ખર્ચાઓ આમાં કયાંથી પુરૂ થાય તમેજ વિચારોને….