દુધઈમાં બે અને ભચાઉમા એક આંચકો અનુભવાયો
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકપનાં આંચકા યથાવત જોવા મળી રહ્યાં છે ત્યારે મોડી રાતે અને વહેલી સવારે કચ્છ સહિત સાઉથ ગુજરાતમાં હળવા કમ્પનનો લોકોએ અનુભવ કર્યો હતો. ત્યારે કચ્છના દુધઈમાં બે, ભચાઉમા એક અને સાઉથ ગુજરાતમાં બે આચકાનો અનુભવ થયો હતો.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ રાતે 10:11 કલાકે કચ્છના દુધઈથી 16 કિમી દૂર 1.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ મોડી રાતે 2:11 કલાકે કચ્છના ભચાઉથી 13 કિમી દૂર 1.3ની ટિવર્તનો આચકનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. આજે વહેલી સવારે 6:10 કલાકે વલસાડથી 39 કિમી દૂર 2.1ની તીવ્રતાના આચકનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. સવારે 8:34 કલાકે કચ્છના દુધઈથી 24 કિમી દૂર 2.2ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો અને છેલ્લે સવારે 8:52 કલાકે દિશાથી 24 કિમી દૂર 2.2ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો.વારંવાર આવતા ભૂંકપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.