ગુજરાતમાં ગઈકાલે રાત્રે ૮.૧૩ કલાકે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. કચ્છના ભચાઉ પાસે વોંધ ગામ નજીક એપી સેન્ટર ધરાવતા ૫.૩ની તીવ્રતાના આ ભૂકંપે માત્ર કચ્છ જ નહીં પરંતુ રાજકોટ, મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત પાટણ, બેચરાજી સહિતના ઉત્તર ગુજરાતના ભાગોને પણ હચમચાવી દીધા હતા.
આજે બપોરે 12.57 અને 1 વાગ્યાની વચ્ચે ભૂકંપનો તીવ્ર આંચકો ભચાઉ, કચ્છમાં નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિદુ ભચાઉથી 10 કિલોમીટર દૂર નોંધાયું છે. પહેલો ભૂકંપ 12,56 મિનિટે 4.7 અને બીજો આંચકો 1.01 મિનિટે 3.6નો રિકેટર સ્કેલ પર નોંધવામાં આવ્યો હતો.
ભચાઉ સહિતના વિસ્તારોમાં ભુકંપના આંચકાથી લોકોમાં ફફડાટ વ્યાપેલો છે. આજે વધુ એક આંચકો આવ્યો છે. 12:58 ભુકંપનો આંચકો આવ્યો હોવાનું સામે આવ્યું છે.