કચ્છના ભચાઉમાં ભૂકંપનાં ૪ અને સુરેન્દ્રનગરમાં ૨ આંચકા અનુભવાયા
છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં અવાર નવાર ભૂકંપનાં આંચકા અનુભવાઈ રહ્યા છે. ઠંડીનો પણ કહેર યથાવત રહેતા ભૂકંપ આવવાનું વધ્યું છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં કરછમાં ભૂકંપનાં ૪ આંચકા અનુભવાયા હતા અને સુરેન્દ્રનગરમાં ૧ આંચકાનો અનુભવ થયો હતો. જેને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર મોડી રાતે કરછમાં ૨ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રાતે ૯:૨૦ વાગ્યે કરછના રાપરથી ૨૧ કિમિ દૂર ૧.૫ રિકટર સ્કેલનો આંચકો વેસ્ટ વેસ્ટ નોર્થ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ મોડી રાતે ૩.૨૬ વાગ્યે ૨.૫ રિકટર સ્કેલના ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૨૪ કીમી દૂર નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ ૩:૪૭ વાગ્યે ૨ રિકટર સ્કેલના આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૫ કિમિ દૂર નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. અને આજે વહેલી સવારે ૮.૨૦ વાગ્યે સુરેન્દ્રનગરથી ૩૨ કીમી દૂર ૨ રિકટર સ્કેલનો ભૂકંપનું મધ્ય બિંદુ સાઉથ સાઉથ વેસ્ટ નોંધાયું હતું.
આ અગાઉ બનાસકાંઠા ખાતે વાવ પંથકમાં ભૂકંપના આંચકો અનુભવાયો હતો. જ્યારે ભાવનગરના મહુવામાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે જામનગર જિલ્લામાં સતત ૫ દિવસ સુધી ૮ આંચકા અનુભવાયાં હતા. જ્યારે ગત મહિને નવસારીના વાસંદમાં તાલુકાઓના ગામડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયાં હતા.