- આધુનિક મશીનરી થકી કીકી, પડદાની સફળ સર્જરી કરી દર્દીઓ રોશનીથી ખુશ-ખુશાલ
રિપોર્ટર: જાનવી વિસાણી
રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના આંખના વિભાગમાં વાર્ષિક આશરે 60000 થી 65000 દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આંખના વિભાગમાં આંખને લગતી દરેક પ્રકારની જેમ કે, મોતિયા, ઝામર, કિકી, પડદા, રસી, ત્રાસી આખ, ડાયાબિટીક, રેટીનોલક્ષી, નાસુર, વેલ વગેરે ઓપરેશન અહી કરવામાં આવે છે. સિવિલના આ વોર્ડમાં ચશ્માની નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે. ખૂબ જ ક્રિટિકલ એવી સર્જરી પણ વિનામૂલ્યે કરવામાં આવે છે.સિવિલ હોસ્પિટલનો આંખનો આ વોર્ડ ખાનગી હોસ્પિટલોને પણ ઝાંખી પાડે એવી કામગીરી કરે છે. અધધધ લાખોમાં થતાં નીદાનો સિવીલમાં વિનામુલ્યે થાય છે. આ વિભાગમાં આંખને લગતા દરેક પ્રકારના નિદાનો કરવામાં આવે છે.
જી.ટી. શેઠ આંખની હોસ્પિટલ એ સિવિલ હોસ્પિટલનો જ એક પાર્ટ છે.આંખના વિભાવના એચ.ઓ.ડી. ડો. કમલ ડોડીયાના નેતૃત્ત્વમાં આ વિભાગની દરેક કામગીરી થાય છે. કોર્નિયા(કીકી) બદલવાનું ઓપરેશન કમલ ડોડીયાના નેતૃત્વમાં કરવામાં આવે છે, જ્યારે ત્રાસી આંખ તથા ઝામરનું ઓપરેશન ઇન્ચાર્જ ડો.નીતિ શેઠનાં નેતૃત્વમાં કરવામાં આવે છે.આંખના વિભાગમાં ઓ.પી.ડી. અને આઇ.પી.ડી. એમ બે વોર્ડ કાર્યરત છે. આઈ.પી.ડી.માં પુરુષ અને મહિલાનો અલગ અલગ વોર્ડ છે. આ ઉપરાંત આંખના આ વિભાગમાં જે દર્દીઓને આંખમાં રસીની સમસ્યા સાથે સિવિલમાં દાખલ થાય છે,તેવા દર્દી માટે આંખના વિભાગમાં એક અલગ વોર્ડ વ્યવસ્થા છે. આવા દર્દીને સામાન્ય નિદાન અર્થે આવેલા દર્દીથી અલગ રાખવામાં આવેલ છે .
ઉલ્લેખનીય છે,કે સિવિલ હોસ્પિટલમાં આંખનો વિભાગ હોસ્પિટલના પાછળના ભાગે આવેલો છે. આ વિભાગની વોર્ડ વ્યવસ્થા સ્વતંત્ર રાખવામાં આવી છે. આંખના આ વિભાગમાં સવારના 08:30થી ઓ.પી.ડી. શરૂ કરવામાં આવે છે. આંખનો આ વિભાગ 24/7 કાર્યરત છે. દરેક ઋતુમાં કે દરેક વિકટ સ્થિતિમાં પણ દર્દીઓને અત્રે સારવાર મળી રહે એવી એક તબીબની ટીમ અહી નિમવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના આંખના આ વિભાગમાં ઘણી પ્રકારના ક્રિટીકલ ઓપરેશનો કરવામાં આવે છે, જેમાં મુખ્ય બે પ્રકારના ઓપરેશન હોય છે. મોતિયાબિનનું ઓપરેશન કે જેમાં ચેકો મારી અને ચેકો માર્યા વગર એમ બે રીતે ઓપરેશન કરવામાં આવે છે. બંને ઓપરેશનનું મશીન વોર્ડમાં ઉપલબ્ધ છે. જામરનું ઓપરેશન, ત્રાસી આંખનું ઓપરેશન આ ઉપરાંત પાપણને લગતું ઓપરેશન પણ આંખના આ વિભાગમાં કરવામાં આવે છે.આંખના આ વિભાગમાં દિવાળી જેવા તહેવારમાં બાળ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે. ગત વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે રોડ ક્રોસ કરતી વખતે રસ્તામાં પડેલો ફટાકડો ફૂટી જતાં દાજી ગયેલ સ્થિતિમાં 11 વર્ષીય બાળ દર્દીએ સિવિલ હોસ્પિટલના આંખના વિભાગમાં સારવાર લીધી હતી. આ બાળ દર્દીનું કીકીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે ખૂબ જ ક્રિટીકલ હોવા છતાંય ડોકટરોની ટીમ દ્વારા પાર પાડવામાં આવેલું હતું. આ ઉપરાંત આવા કોઈ પણ કેસોમાં આંખના આ વિભાગમાં ખૂબ જ સારું નિદાન કરવામાં આવે છે.
વધુમાં તબીબે જણાવ્યું કે, આંખના આ વિભાગમાં દર્દી ક્યારેય પણ સારવાર અર્થે આવશે તો સારવાર આપ્યા વિના પરત નહિ મોકલવામાં આવે, એટલું જ નહિ ઘણા એવા લોકો છે કે જેઓને આંખને લગતા નિદાન પરવળતા ન હોય, આમ છતાંય તેઓ સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં જાય છે. જે ખુબ જ ખર્ચાળ નીવડે છે. સિવિલમાં આંખના આ વિભાગમાં માત્ર 5 રૂપિયામાં કેસની ફાઈલ નો અને 10 રૂપિયા ઇન્ડોર કરવાની ફાઈલનો ખર્ચ રહે છે, એના સિવાય કોઈ ખર્ચ દર્દીઓ પાસે લેવામાં આવતો નથી. આંખમાં આ વિભાગમાં ટ્રીટમેન્ટથી માંડી, ટીપાંથી માંડી ઓપરેશન સુધી અહી કોઈ ખર્ચ નથી લેવાંમાં આવતો.દરેક નિદાન વિનામૂલ્યે કરવામાં આવે છે.લોકો મેડિકલમાંથી ડ્રોપ અને પોપટા ખરીદે છે.ચશ્માના નંબર કઢાવા લોકો ચશ્માની દુકાન પર જઈ ખર્ચ કરે છે.એ ન કરવા અંગે તબીબે જણાવ્યું. સિવિલમાં નિ:શુલ્ક સેવા આપવામાં આવે છે. સુપરવાઈઝ સર્ટિફાઈડ ડોક્ટર દ્વારા નંબર કાઢી આપવામાં આવે છે. દરેક પ્રકારની સુવિધા સિવિલમાં ઉપલબ્ધ છે. સમજ્યા વિના કરવામાં આવેલી સારવાર ઘણી વાર એક નાની સમસ્યામાંથી મોટું સ્વરૂપ ધારણ કરી લે છે.
તબીબે જણાવ્યાં અનુસાર, ઘણા કેસોમાં દર્દીઓની સારવાર લાંબો સમય સુધી સિવિલમાં ચાલે છે. કેટલાક દર્દીઓ 8/10 વર્ષ સુધી અહી જ સારવાર લેતા હોય છે. અને ઘણા દર્દીઓની તો આજીવન સિવિલમાં આંખના વિભાગમાં સારવાર ચાલતી હોય છે. આવા સંજોગોમાં તેઓને નિદાનથી લઈને ડ્રોપ બધું ફ્રીમાં આપવામાં આવે છે. ઓપરેશન અને માસિક અપોઇન્ટમેન્ટ પણ સિવિલમાં કરવામાં આવે છે.આવી પરિસ્થિતિમાં જો ઓપરેશન પ્રાઇવેટ સેક્ટરમાં કરવામાં આવે તો ખુબ જ ખર્ચાળ નીવડે છે. એક એક ઓપરેશનમાં દર્દીના અધધ લાખો રૂપિયા ખર્ચાય છે.