ઘઉંમાં ૨.૫ ટકા અને ચોખામાં ૧ ટકાના રેકોર્ડબ્રેક ઉત્પાદનની અપેક્ષા સેવતુ કૃષિ મંત્રાલય : લઘુતમ ટેકાના ભાવના કારણે બજારમાં તેજી જોવા મળશે
ચાલુ વર્ષે ઘઉં, ચોખા સહિતના ખેત ઉત્પાદનોનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન શે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. પરિણામે અનાજના ભંડારોની સાો સા સરકારની તિજોરી પણ નાણાી છલકાઈ જશે તેવું ફલીત ાય છે. વર્તમાન સમયે દેશનું ર્અતંત્ર ખેત પેદાશોની નિકાસ ઉપર નિર્ભર છે. દેશના ર્અતંત્રનો ૬૫ ટકા હિસ્સો કૃષિ આધારિત છે. ત્યારે ખેડૂતોની આવકને બે ગણી કરી ર્અતંત્રને વેગવાન બનાવવા માટે અનેક યોજનાઓ સરકાર ચલાવી રહી છે. જેમાં લઘુતમ ટેકાના ભાવ પણ મહત્વનો ભાગ ભજવે છે. આવા સંજોગોમાં વધુને વધુ ઉત્પાદન લઈ તેનું યોગ્ય વળતર ખેડૂતો સુધી પહોંચશે તો ખેડૂતોની આવક બે ગણી થશે અને દેશના ર્અતંત્રને પણ બુસ્ટર ડોઝ મળશે તેવી અપેક્ષા છે.
આંકડા મુજબ ઘઉંના ઉત્પાદનમાં ભારત વિશ્ર્વના બીજા ક્રમે છે. વર્ષ ૨૦૨૦ના જૂન મહિના સુધીમાં ઘઉંનું ઉત્પાદન ૨.૫ ટકા વધી જશે તેવી આશા છે. આવી રીતે ચોખાનું ઉત્પાદન પણ ૦.૯ ટકા વધીને ૧૧૭.૪૭ મીલીયન ટને પહોંચશે તેવું કૃષિ મંત્રાલયનું માનવું છે. કૃષિ મંત્રાલયે ચાલુ વર્ષે નાર અનાજના ઉત્પાદનનો આંકડો જાહેર કર્યો છે. જે મુજબ ગત વર્ષના ૨૮૫.૨૧ મીલીયન ટન અનાજના ઉત્પાદન સામે આગામી વર્ષમાં ૨૯૧.૯૫ મીલીયન ટન ઉત્પાદન થાય તેવી અપેક્ષા છે.
અહીં નોંધનીય છે કે ચાલુ વર્ષે સારા વરસાદના કારણે ખેત ઉત્પાદન વધશે ઉપરાંત કમોસમી વરસાદ અને વરસાદ ખેંચાયો હોવાથી કેટલાક પાકોમાં ઉંચા ઉત્પાદનની ધારણા સેવાઇ રહી છે. કઠોળનું પણ બમ્પર ઉત્પાદન મળશે તેવી શકયતા છે. કૃષિ મંત્રાલયના આંકડા મુજબ ગત વર્ષે ચણાનું ઉત્પાદન ૯.૯૪ મીલીયન ટન હતું જે આગામી વર્ષે ૧૧.૨૨ મીલીયન ટને પહોંચી જશે તેવી આશા છે. બીજી તરફ ભારતમાં ચોખા અને ઘઉંના ઉત્પાદનમાં પણ તોતીંગ વધારો શે તો લઘુતમ ટેકાના ભાવના કારણે ખેડૂતોની આવક વધશે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની ખરીદ શક્તિ ઉપર સીધી અસર થશે જેના કારણે મે મહિના બાદ બજારમાં નાણાકીય તરલતા વધશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
- ચણાનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થશે
કઠોળના ઉત્પાદનમાં પણ વધારો ાય તેવી અપેક્ષા છે. ખાસ કરીને ચણાનું ઉત્પાદન ગત વર્ષના ૯૦ લાખ ટનની સરખામણીએ આગામી વર્ષે ૧૧૧ લાખ ટન જેટલું પહોંચે તેવું કૃષિ મંત્રાલયનું માનવું છે. એકંદરે અનાજનું ઉત્પાદન ૨૮૫.૨૧ મીલીયન ટની વધીને ૨૯૧.૯૫ મીલીયન ટને પહોંચશે તેવી ધારણા છે. ચાલુ વર્ષે સારા વરસાદના પગલે ખેત ઉત્પાદનોમાં ઉંચી ટકાવારીની અપેક્ષા સેવાઈ રહી છે.