હીરા, ઝવેરાત, સોનું ચાંદી સ્ત્રીઓને વધારે આકર્ષીલી બનાવે છે.સ્ત્રીએ પહેરલા આભૂષણોથી વધારે નીખરી આવે છે.એમાં પણ હીરા સ્ત્રીઓને વધુ પસંદ હોય છે. અને હીરોના ભાવ પણ અન્ય ઝવેરાત કરતા મોંઘા હોય છે.અમીર લોકો ઝવેરાતમાં હીરાના ઘરેણા પહેરવાનું વધુ પસંદ કરતા હોય છે.
પણ ભારતમાં અને ગુજરાતમાં એવા ઘણા મહેલો છે,ખાણો છે જ્યાં હીરા ઝવેરાતના ખજાના છુપાયેલા છે.ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા સંશોધનો કરવામાં આવે છે.અમુક સ્થળો પરથી ખજાના મળે પણ છે અને અમુક સ્થળો પર ખોદકામ કરતા મૂર્તિઓ,જૂની સંસ્કૃતિના પુરાવા મળી આવે છે.
ગોલકુંડાનો કિલ્લો
ગોલકુંડા દક્ષિણ ભારતનો એક પ્રાચીન ખંડેર કિલ્લો છે. આ કિલ્લો હૈદરાબાદથી લગભગ 12 કિલોમીટર દૂર છે. આ કિલ્લો એક જમાનામાં પોતાના કિમતી ખજાના માટે જાણીતો હતો. 17મી સદી દરમિયાન અહીં હીરા ઝવેરાતનું બજાર ભરાતું હતું. એક સમયે અહીં હીરાની ખાણો પણ હતી.જ્યાંથી અનેક કિમતી હીરા કાઢવામાં આવ્યા હતા. દુનિયાનો સૌથી સુંદર હીરો કોહીનુર ગોલકુંડાની ખાણમાંથી જ મળ્યો હતો.લોકોનું માનવું છે કે આજે પણ અહીં ખજાનાનો ભંડાર મળી શકે છે.
બિમ્બિસારનો ગુપ્ત ખજાનો
બિહારના રાજગીરમાં બિમ્બિસારનો ગુપ્ત ખજાનો છુપાયેલો છે. ખજાનો હોવાનો સંકેત અહીંની બે ગુફામાં મળે છે. કહેવાય છે કે અહીં પ્રાચીન લિપીમાં કશુંક લખેલું છે, જે વાંચી નથી શકાતું. જાણકારોનું માનવું છે કે તે ખજાનાની સંજ્ઞા હોઈ શકે છે. ખજાનાની આ વાત કેટલી સાચી છે તે વિશે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
હજુ પણ એવા ઘણા રહસ્યમય કિલ્લો આવેલા છે.જ્યાં રાજા,મહારાજોએ ખજાના છુપાયેલા હોય છે. પરંતુ રાજા,મહારાજોએ એવી જગ્યા પર ખજાના છુપાયેલા રાખેલ હોય છે કે જ્યાં પહોચવું અઘરું બની જતું હોય છે.ખજાના શોધવા પર ઘણી ફિલ્મો પણ બની છે જેમાં બતાવામાં આવે છે કે ખજાના શોધવા પર કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.