અદ્યતન ટેકનોલોજીના યુગમાં મોબાઇલનો ક્રેઝ વઘ્યો છે. ત્યારે મોંધાદાટ વપરાતા મોબાઇલની સુરક્ષા માટે ટફન લગાવવું પણ એટલું જ જરુરી બન્યું છે. હાલમાં તો ટફન પણ ઘણા પ્રકારના જોવા મળે છે. રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે ટફન ઝોનનો દબદબાભેર શુભારંભ કરવામાં આવ્યો છે. જયાં દરેક પ્રકારના ટફન ઉપરાંત મોબાઇલ કવર, એસેસરીઝ ઉપલબ્ધ છે. તેમ જ દરેક કંપનીના મોબાઇલ રીપેરીંગ પણ કરવામાં આવે છે.
ગ્રાહકોને સંતોષ એ જ અમારી મોટી સફળતા: મયંક ચગ
ટફન ઝોનના ઓનર મયક ચગએ ‘અબતક’ સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કે આજથી ટફન ઝોનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ વેરાયટીના ટફન, કવર, મોબાઇલ એસેસરીઝ ઉપલબ્ધ છે. અમ્પરી શોપમાં બેઝીક ટફન, મેટ, બ્લુ, સિકસ્ટી, સિકસ્ટી મેટ, પ્રાઇવસી ટફન ઉ5લબ્ધ છે.