વર્ષ 2022ના બજેટમાં આ ક્ષેત્રને ટેકસ ઇનસેન્ટીવનો લાભ મળી રહે તેવી આશા
અબતક, નવીદિલ્હી
ભારત દેશમાં અનેક એવા ક્ષેત્રો છે જે સીધી અથવા તો આડકતરી રીતે દેશના અર્થતંત્ર સાથે જોડાયેલા છે ત્યારે યોગ્ય રીતે જો આ ક્ષેત્ર નો ઉપયોગ કરવામાં આવે તો સમગ્ર દેશની અર્થવ્યવસ્થા માં અને અંતે સુધારો આવી શકે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારતના અર્થતંત્રમાં જે રીતે ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્ર પોતાનો સિંહફાળો આપી રહ્યું છે તેમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જે રીતે ક્ષેત્રનો વિકાસ થવો જોઈએ તે પણ થઈ શકતો નથી.
ત્યારે આ ક્ષેત્રના તજજ્ઞોનું માનવું છે કે વર્ષ 2022 ના બજેટમાં સરકાર ટ્રાવેલિંગ અને હોસ્પિટાલિટી ક્ષેત્રને ઈન્સેન્ટિવ નો લાભ આપે અને યોગ્ય પોલીસી ઊભી કરે તો ફરી આ ક્ષેત્ર જીવંત થઈ શકે છે.
ભારત દેશના અર્થતંત્રમાં સૌથી વધુ હોય તે ફાળો આપવામાં આવતો હોય તો તે ટ્રાવેલિંગ અને હોસ્પિટાલિટી ક્ષેત્ર છે અને આ ક્ષેત્રમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકોને રોજગારી પણ મળતી હોય છે ત્યારે કોરોના ની કપરી પરિસ્થિતિમાં આ ઉદ્યોગને માઠી અસર નો સામનો કરવો પડ્યો છે.
ત્યારે જો આ ક્ષેત્રને જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને આવકવેરા વિભાગ માંથી લાભ મળી રહે તો મૃતપાય રહેલો આ ઉપયોગ કરી જીવંત થઈ શકે છે. તા તબક્કે સરકાર દ્વારા સમગ્ર ભારતમાં જે રીતે આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે તેનાથી આ ઉદ્યોગને ઘણી માટી અસરનો સામનો કરવો પડ્યો છે.
ભારતના જીડીપીમાં વર્ષ 2019 માં ટ્રાવેલિંગ અને ટુરિઝમ ક્ષેત્ર 6.8 ટકા નો દસ જોવા મળ્યો હતો જે વર્ષ 2020માં ઘટી 4.7 ટકા નોંધાયો છે .
ટુરિઝમ અને હોસ્પિટાલિટી ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞોનોનું માનવું છે કે આ સમયગાળો આ ઉદ્યોગ માટે ખૂબ જ ખરાબ છે અને ત્યારે આ ઉદ્યોગને ફરી બેઠો કરવો એટલો જ જરૂરી સાબિત થયો છે અને આ માટે સરકારે દરેક પ્રકારના વિકાસ લક્ષી પગલાઓ લેવા ખૂબ જ જરૂરી છે. તુલસીધામ અને હોસ્પિટાલિટી ક્ષેત્ર ઉપર સરકાર જો વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરે તો આ ક્ષેત્ર નથી લોકોને ખૂબ સારો ફાયદો મળે રહેશે અને આર્થિક ઉપાર્જન પણ ખૂબ સારા એવા પ્રમાણમાં થશે. જરૂરી એ છે કે સરકારે આ ઉદ્યોગ ની મહત્વતા સમજવી જોઈએ અને તેને સારી રીતે આગળ ધપાવવા માટે કાર્યો હાથ ધરવા જોઈએ.
આવજો સાથે જોડાયેલા તજજ્ઞોનું માનવું છે કે જે સરકાર દ્વારા જે નિયંત્રણ લાદવામાં આવ્યા છે તેમાં ઘટાડો કરવામાં આવે જેથી આ ઉદ્યોગ ફરી બેઠો થઇ શકે અને આગામી બજેટમાં પણ સરકાર આ ક્ષેત્રને ફરી જીવંત કરવા માટેના પ્રયત્નો હાથ ધરશે.