બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે રૂ. 3514 કરોડની જાહેરાત
નવલખી પોર્ટની હેન્ડલીંગ ક્ષમતા 8 મીલીયન મેટ્રીન ટનથીવધારી ર0 મીલીયન મેટ્રીન ટન કરાશે: પ0 ઇલેકટ્રીક બસ ખરીદાશે: પીપીપી ધોરણે 7 બસ પોર્ટ વિકસાવાશે
રાજ્યમાં બસ આધારિત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને પ્રોત્સાહન આપી પ્રવાસીઓની સગવડો વધારવાનું અને પ્રદૂષણ તેમજ રોડ ટ્રાફિકને ઓછું કરવાનું સરકારનું આયોજન છે. વાહન વ્યવહાર નિગમ દ્વારા આગામી વર્ષે વિક્રમજનક 2000 નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે. વધુમાં શહેરી વિસ્તારમાં પણ બસ ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના અંતર્ગત જોગવાઇ વધારવામાં આવશે. પોર્ટ આધારિત વિકાસ નીતિનો સુચારુ અમલ કરી આંતરરાષ્ટ્રીય વેપારમાં ગુજરાતે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવેલ છે.
છેલ્લાં વીસ વર્ષમાં રાજ્યના પોર્ટ પર કરવામાં આવતા કાર્ગોના સંચાલનમાં આશરે પાંચગણો વધારો નોંધાયેલ છે. વર્ષ 2021-22માં દેશનાં નોન-મેજર પોર્ટ્સ ટ્રાફિકના 68% તથા કુલ પોર્ટ્સ ટ્રાફિકનાં 41% કાર્ગોનું સંચાલન ગુજરાતના બંદરો મારફત કરવામાં આવેલ છે. માનનીય વડાપ્રધાનશ્રીએ આશરે ‘4 હજાર કરોડના ખર્ચે ભાવનગર ખાતે શરું થનાર વિશ્વના પ્રથમ સી.એન.જી. ટર્મિનલનું ખાતમુહૂર્ત કરેલ છે.
એલ.એન.જી. બાદ હવે સી.એન.જી.ના આયાત તેમજ પરિવહનમાં ગુજરાત દેશમાં અગ્રગણ્ય રાજ્ય બની રહેશે. ભાવનગર ખાતે પોર્ટના ટ્રાફિકને હાઇવે સુધી સરળતાથી પહોચાડવા માટે રીંગરોડ વિકસાવવા ‘297 કરોડનું આયોજન. ઇલેકટ્રીક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા ઇલેકટ્રીક વ્હીકલ (2-3-4 વ્હીલર) પોલિસી માટે ‘217 કરોડની જોગવાઇ.
નવલખી પોર્ટની હેન્ડલીંગ ક્ષમતા 8 મિલિયન મેટ્રિક ટનથી વધારીને
20 મિલિયન મેટ્રિક ટન કરવા માટે ‘192 કરોડનું આયોજન.
સુરત ખાતે ભારતીય રેલ્વે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે ‘980 કરોડના ખર્ચે તૈયાર થનાર મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ હબ માટે પ્રાથમિક તબક્કે ‘57 કરોડની જોગવાઈ.
સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે શીપ બ્રેકિંગ પ્રવૃત્તિ પુન: શરૂ કરવા માટે ‘24 કરોડનું આયોજન.
50 ઇલેક્ટ્રીક બસોની ખરીદી માટે ‘24 કરોડની જોગવાઈ.
નિગમના 125 ડેપો વર્કશોપ, 16 વિભાગીય કચેરીઓ તેમજ 16 ડીવીઝન વર્કશોપ ખાતે ઈઈઝટ સર્વેલન્સ સીસ્ટમ માટે ‘10 કરોડની જોગવાઇ.
એરપોર્ટ જેવી સુવિધા બસ સ્ટેશનો પર આપવા માટે પી.પી.પી. ધોરણે 07 બસપોર્ટ અમદાવાદ-ગીતા મંદિર નોર્થ પ્લોટ, ભરૂચ, અમરેલી, મોડાસા, પાટણ, નવસારી અને ભુજ ખાતે કાર્યરત કરવામાં આવશે.
રાજ્યમાં 200 કરતા વધારે એકમોને ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટીંગ સેન્ટર તરીકે મંજૂરી આપવામાં આવેલ છે. તે ઉપરાંત વ્હિકલ સ્ક્રેપ પોલિસી અંતર્ગત ત્રણ ફેસીલીટી શરૂ કરવામાં આવેલ છે.
આર.ટી.ઓ.માં સરળીકરણના ભાગરૂપે એમ-ગવર્નન્સ શરૂ કરવામાં આવનાર છે.