‘પાણી બચાવો પ્રોજેકટ’ના નીલ -વ્રીતીકાનું સૂચન
લારીએ સામાજીક અંતર કેમ જાળવશો?
પાણી બચાવો પ્રોજેકટના નીલ વ્રીતીકાએ હાલ કોરોનાની કપરી પરિસ્થિતિમાં લારીએ સંક્રમણ અટકાવવા અદ્ભૂત સૂચન કર્યું છે. જે મુજબ લારીની બંને સાઈડ બે વ્યકિત અને લારી ધારક સામે એક ગ્રાહકને ઉભો રાખી સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરી શકાય.
અત્યારે કોરોના અટકાવવાનો એક માત્ર ઉપાય સોશિયલ ડિસ્ટનિગસંગ છે. કોરોનાની કોઈ વેકસીન કે દવા ન શોધાય ત્યાં સુધી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું ખૂબજ અગત્યનું છે.
ત્યારે વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટના નીલ અને વ્રીતીકાએ લારીએ કઈ રીતે અંતર જાળવવું તે અંગેનો અભ્યસ કર્યો છે.
તે મુજબ લારીની બંને સાઈડ બે બે વ્યકિત ઉભા રહી શકે તે રીતે આડા ચાર સળીયા અથવા લાકડાની પટ્ટી ગોઠવવી જેથી ચાર વ્યકિત અને લારી વાળો તેમજ લારી ધારકની સામે એક એમ કુલછ જણા ઉભા રહી શકે અને ગ્રાહકો ક્રમશ: વારાફરતી શાકભાજી ફ્રૂટ કે વસ્તુ ખરીદી શકે અને એક બીજાને ટચ ન થાય તેમ આ સૂચનમાં જણાવ્યું છે.