વિશ્વની નામાંકિત વિશ્વ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને જૂજ ડોક્યુમેન્ટની સાથે ‘ઓફર લેટર’ આપવા અપીલ કરાઈ
વિશ્વસ્તરીય યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને અપાઈ રહ્યો છે ‘ઓનલાઈન કોર્ષ’: ટ્રાન્સગ્લોબનાં મોનીલભાઈ મહેતાની ‘અબતક’ સાથે વિશેષ વાતચીત
ઓસ્ટ્રેલીયામાં વસતા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સગ્લોબે શરૂ કરી ‘વર્ચ્યુઅલ ઓફિસ’
આવનારા સમયમાં ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડમાં અભ્યાસ કરવાની વિદ્યાર્થીઓ માટે ઉજળી તક
કોરોનાના કહેર વચ્ચે વિશ્વભરમાં જ્યારે ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. ત્યારે શિક્ષણને પણ તેની માઠી અસર પહોંચી છે. શિક્ષણની જ્યારે વાત કરવામાં આવે તો ભારતના અનેકગણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા હોય છે. પરંતુ હાલની જે સ્થિતિ જોવા મળી રહી છે તેનાથી તેઓને ઘણી ખરી પારાવાર મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છેે. આ તકે ગુજરાતના વિદ્યાર્થીઓ કે જે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ભણવા ગયેલા છે તેમને કોઈ જ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તે માટે ટ્રાન્સગ્લોબ સંસ્થા તેઓની વ્હારે આવી છે. ટ્રાન્સગ્લોબના મોનિલભાઈ મહેતાએ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, ટ્રાન્સગ્લોબથી વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે નહીં પરંતુ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ જે વિદેશમાં અભ્યાસ કરી રહ્યાં છે તેમને કોઈપણ પ્રકારે આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તેઓએ હાલ ઓસ્ટ્રેલીયા ખાતે વર્ચ્યુઅલ ઓફિસ સ્થાપિત કરી છે. જ્યાં તેઓને મુંઝવતા તમામ પ્રશ્ર્નો અને સમસ્યાનો ત્વરીત નિકાલ થાય છે.
આ તકે તેઓએ ઓસ્ટ્રેલીયાની ક્ન્વીસલેન્ડ યુનિવર્સિટીનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે તેઓએ ૧૦૦૦ ડોલરની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેથી તેઓ રોજીંદુ જીવન ખુબ સરળતાથી પસાર કરી શકે. આ તકે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ શિક્ષણ ખુબજ મહત્વપૂર્ણ ભાગ જીવનનો બની ગયો છે. ત્યારે કોવિડ-૧૯ના કારણે વિશ્ર્વ આખાને તેની માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે હેતુસર હાલ મહા વિશ્ર્વ વિદ્યાલયો ઓનલાઈન કોર્ષ વિદ્યાર્થીઓને આપી રહ્યાં છે. જેમાંથી હાલ ૯૫ ટકા કોર્ષ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે. વિદેશ ગયેલા વિદ્યાર્થીઓના માતા-પિતા આ સમયગાળા દરમિયાન ખુબજ વધુ ચિંતાતૂર થતા જોવા મળે છે અને ટ્રાન્સગ્લોબને અનેકવિધ વખત ફોન કરી તેમના બાળકોને પરત બોલાવવાની જીદ પણ કરતા હોય છે. આ તકે મોનીલભાઈ મહેતાએ જણાવતા કહ્યું હતું કે, સંસ્થા તેઓને આ પગલુ ન ભરવા માટે અપીલ પણ કરે છે. કારણ કે, ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં મેડિકલ સુવિધા ખુબ સારી હોવાથી અને ટ્રાન્સગ્લોબથી જનારા વિદ્યાર્થીઓને ફરજિયાતપણે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવડાવવામાં આવતા તેઓને અન્ય કોઈ તકલીફ ન પડે તે માટેનો વિશ્ર્વાસ પણ વ્યકત કરતા હોય છે.
સંપૂર્ણ લોકડાઉન થવાના પગલે હાલ વિદેશ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણવામાં નોકરીમાં અને સોશ્યલ પ્રવૃતિમાં લોકડાઉન જોવા મળે છે. જેથી તેઓ ચિંતાતુર થઈ જતા હોય છે. આ તકે ટ્રાન્સગ્લોબના મોનિલભાઈએ વિશેષ માહિતી આપતા જણાવ્યું કે, હાલ ઓસ્ટ્રેલીયાના મેલબોર્ન ખાતે વર્ચ્યુઅલ ઓફિસ સ્થાપિત કરવામાં આવી છે અને વિશ્ર્વની નામાંકિત ૩૦૦ થી ૩૫૦ જેટલી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ માટે એકસ્ટ્રા ફંડ પણ રાખતી હોય છે જેનો ઉપયોગ વિદ્યાર્થીના વિકાસ માટે કરવામાં આવે છે. ત્યારે ઓસ્ટ્રેલીયાની ક્ધવીસલેન્ડ યુનિવર્સિટી દ્વારા જે પગલું છે તે અત્યંત સરાહનીય છે. બીજી તરફ છેલ્લા ૨૭ વર્ષથી ટ્રાન્સગ્લોબ વિદ્યાર્થીને વિદેશ અભ્યાસ માટે મોકલે છે જેથી સંસ્થાની ગુડવીલમાં પણ વધારો જોવા મળ્યો છે. વિદેશ અભ્યાસ પર જનારા વિદ્યાર્થીઓ ત્યાં પરમનેન્ટ સેટ થવા માટેની કામગીરી હાથ ધરે છે તેમાં પણ ટ્રાન્સગ્લોબ તેઓને પૂર્ણત: મદદ કરતી હોય છે. કોરોનાના પગલે વિશ્ર્વની નામાંકીત યુનિવર્સિટીઓ ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કરેલો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા જુમ એપ્લીકેશન મારફતે આ તમામ કલાસીસ તેઓ અટેન્ટ પણ કરી રહ્યાં છે. ટ્રાન્સગ્લોબ દ્વારા જે વિદ્યાર્થીઓને આવનારા સમયમાં આઈએલટીએસ, જીઆરઈ, જી-મેટ પરીક્ષા આપવાની હોય તે માટેની ઓનલાઈન તૈયારી પણ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે.
કોરોનાના કારણે અમેરિકા અને યુરોપને સૌથી વધુ અસર પહોંચી છે. ત્યારે ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ એવા દેશ છે કે જ્યાં કોરોનાની અસર આગામી બે થી ત્રણ મહિનામાં જ પૂર્ણ થઈ જશે. ત્યારે આવનારા સમય ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ માટે શિક્ષણને લઈ ખુબજ સારા જોવા મળશે અને ઘણા ખરા વિદ્યાર્થીઓ આ બન્ને દેશોમાં જઈ તેમનું ઉચ્ચ શિક્ષણ પણ પ્રાપ્ત કરી શકશે. હાલ ઓસ્ટ્રેલીયામાં કુલ ૪૨ જેટલી વર્લ્ડ કલાસ યુનિવર્સિટીઓ આવેલ છે. જેમાં એન્જીનીયરીંગ, આઈટી એન્જીનીયરીંગ જેવા કોર્ષો મળવાપાત્ર હોય છે. હાલ ઓસ્ટ્રેલીયા વિદ્યાર્થીઓને બે વર્ષ ભણે તો તેને ત્યારપછીના બે થી ચાર વર્ષ જોબ માટે પરમીટ પણ કરવામાં આવતા હોય છે. ત્યારે આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલીયામાં રહી પોતાને આર્થિક રીતે સદ્ધર બનાવી વતન પરત ફરે છે અથવા ત્યાં જ સ્થાયી થવા માટેની કાર્યવાહી કરતા નજરે પડે છે. ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ સર્વિસ ઓરિએન્ટેડ દેશો હોવાથી ભારતને વિદ્યાર્થીઓને તેનો ઘણો ખરો ફાયદો પહોંચશે. કેનેડા હાલ વિદ્યાર્થીઓમાં અભ્યાસ માટે ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તકે વિશ્ર્વની ઘણી ખણી યુનિવર્સિટી સ્ટુડન્ટ એકચેન્જ પ્રોગ્રામ ચલાવે છે અને ફેકલ્ટી એકચેન્સ પ્રોગ્રામ પણ ચલાવે છે. આ સમયગાળામાં ટ્રાન્સગ્લોબ એક માત્ર એવી સંસ્થા છે કે, જે યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ માટે જોડતી કડી સ્વરૂપ છે.
ટ્રાન્સગ્લોબના મોનીલભાઈ મહેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓ આગામી દિવસોમાં વિદેશ જવા માટેની શિક્ષણ પ્રણાલીને સરળ કરવા માંગે છે અને અમદાવાદ, સુરત, જામનગર જેવા શહેરોમાં જ્યાં ટ્રાન્સગ્લોબની ઓફિસ આવેલી છે તેને વધુ વિકસીત કરવા માટે પણ તેઓ અથાક મહેનત કરી રહ્યાં છે. ગુજરાતથી ઘણા ખરા વિદ્યાર્થીઓ વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે જાય છે ત્યારે હાલ જે રીતે ટ્રાન્સગ્લોબ દ્વારા વિદેશ જવા માટે પૂર્વ જે પરીક્ષા આપવામાં આવતી હોય છે તેના પ્રશિક્ષણ નિશુલ્ક આપવાનો નિર્ણય કરેલ છે. અંતમાં તેઓએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આવનારા સમયમાં વિદેશ અભ્યાસ કરવા જનાર વિદ્યાર્થીઓ ઘરબેઠા જ ટોફેલ તથા આઈએલટીએફની પરીક્ષા આપી શકે તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. હાલ ટ્રાન્સગ્લોબ જે ઝુમ સેશન્સ મારફતે ક્યાં દેશમાં અભ્યાસ કરવા જવું, કેવા કોર્ષની પસંદગી કરવી. આ તમામ મુદ્દાને લઈ વિદ્યાર્થીઓ માટે લેકચરર ગોઠવવામાં આવે છે. જેથી જે તે દેશના પ્રખર કાઉન્સીલરો વિદ્યાર્થીને માર્ગદર્શન આપે છે. છેલ્લે તેઓએ જણાવતા કહ્યું કે, વિદેશ અભ્યાસ કરવા જનારા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓની સાથે હરહંમેશ ટ્રાન્સગ્લોબ સાથે જ ઉભુ છે અને તેઓને કોઈપણ પ્રકારની જરૂરીયાત ઉદ્ભવે તો તેને પૂર્ણ કરવા માટે પણ ટ્રાન્સગ્લોબ સજ્જ છે.
ટ્રાન્સગ્લોબ દ્વારા ‘ઝુમ’ એપ્લીકેશન મારફતે વિવિધ દેશો અંગેના ઓનલાઇન સેમિનાર
- ૧૬ એપ્રીલ ઓસ્ટ્રેલીયા માટેનો ઓનલાઇન સેમીનાર
- ૧૮ એપ્રીલ યુ.કે. માટેના ઓનલાઇન સેમીનાર
- ૨૦ એપ્રીલ સ્ટડી અબ્રોડ- સ્ટડી ઓનલોઇન
- ૨૨ એપ્રિલ કેનેડા માટેના ઓનલાઇન સેમીનાર
- ૨૪ એપ્રિલ યુ.એસ.એ. માટેનો ઓનલાઇન સેમનાર