રાજયના 27 જિલ્લામાં  2100 કિ.મી.નો  પ્રવાસ કરી 3 કરોડ લોકોને  આવરી લેશે યુવા પરિવર્તન યાત્રા

ગુજરાતની  જનતાને  કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય  અધ્યક્ષ   રાહુલ ગાંધીએ અલગ અલગ આઠ વચનો આપ્યા છે. આ  વચનો જનજન સુી પહોચાડવા અને છેલ્લા 27 વર્ષથી રાજયમાં સતામાં રહેલી ભાજપની  નિષ્ફળતા  ઉજાગર કરતી યુવા કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રાનું આજે સવારે ર્માં અંબાના ચરણોમાં  શીશ ઝુકાવી ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્મા, પ્રદેશ  કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને  કાર્યકારી  પ્રમુખ  ઈન્દ્રવિજયસિંંહ  ગોહિલે  આરંભ કરાવ્યો હતો.  આ યાત્રા રાજયના  27 જિલ્લાને આવરી લેશે અને 2100 કિ.મી.નો પ્રવાસ કરશે

રાહુલ ગાંધીએ ગુજરાતમાં આઠ વચન ની જાહેરાત કરી છે, તેને લઇ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ “યુવા પરિવર્તન યાત્રા”ના માધ્યમ થી યુવાઓના પ્રશ્નને વાચા આપશે. બેરોજગાર યુવાનો ને માસિક 3000 ભથ્થુ, યુવાનો ને 10 લાખ રોજગાર, સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદીના વચન સાથે યુવાનો સાથે સંવાદ કરશે. “યુવા પરિવર્તન યાત્રા” દ્વારા ગુજરાત રાજ્યના 27 જિલ્લા અને 2100 કીમીનો પ્રવાસ કરવામાં આવશે. યાત્રાનું પ્રસ્થાન આજે રોજ અંબામાતાજીના દર્શન કરી અંબાજી મુકામેથી શરુ કરવામાં  આવી હતી.

બીજા તબક્કામાં સોમનાથ થી સુઈગામ સુધી “યુવા પરિવર્તન યાત્રા” દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના જીલ્લાઓમાં ખુબ મોટી સંખ્યામાં સંવાદ કરવામાં આવશે. આ યાત્રા દરમ્યાન જનસભાઓ, વિશાળ બાઈક રેલીઓ, તથા મશાલ રેલી દ્વારા ગુજરાતના યુવાનોને “યુવા પરિવર્તન યાત્રા” માં જોડી તેમની પડી રહેલી મુશ્કેલીઓના નિરાકરણ માટે કોંગ્રેસ પક્ષે આપેલા બેરોજગારી ભથ્થા અને દસ લાખ રોજગારના સંકલ્પની વાત જનજન સુધી પહોંચાડવામાં આવશે.

“યુવા પરિવર્તન યાત્રા” દરમ્યાન અંદાજે ગુજરાતના 3 કરોડ લોકો સુધી ગુજરાતના યુવાનોના પ્રશ્નો અને   રાહુલ ગાંધીએ આપેલા વચનો પોહ્ચાડવાનું કામ યુવા કોંગ્રેસ કરશે. “યુવા પરિવર્તન યાત્રા”માં કેન્દ્રનું અને ગુજરાતનું શીર્શ નેતૃત્વ યુવાનોના પ્રશ્નોને વાચા આપવા યાત્રામાં જોડાશે. યુવા સંવાદ, બાઇક રેલી, કાર રેલી, મશાલ યાત્રાના માધ્યમથી જનસંપર્ક કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.