• ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓ પર તોળાતી બદલી: તખ્તો તૈયાર જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં જ આવશે ટ્રાન્સફર ઓર્ડર

છેલ્લા લાંબા સમય થી આવકવેરા વિભાગ માં જે બદલીઓ થવી જોઈએ તે થઈ નથી. ત્યારે મહત્વનું એ છે કે આગામી જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં જ સૌરાષ્ટ્ર કચ્છના વિભાગના ટોચના અધિકારીઓની બદલી થશે તેવું વિભાગના અંગત સૂત્રો જણાવી રહ્યા છે. માં પણ જ્યારે ઇન્વેસ્ટિગેશન વિંગની વાત કરવામાં આવે તો ટોચના અધિકારીઓ જે છે તેમની પણ બદલી કરવામાં આવશે. હાલ આ અંગેનો તખતો તૈયાર થઈ ચૂક્યો છે અને ગમે તે સમયે બદલીઓ થશે તો નવાઈ નહીં. રાજકોટ ઇન્કમટેક્સ વિભાગની જો વાત કરવામાં આવે તો વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા છેલ્લા અનેક સર્ચ ઓપરેશનમાં ધારી એવી સફળતા મળી છે. તેમાં મહત્વનું એ છે કે હાલ જે જાણીતા બિલ્ડર ગ્રુપ ઉપર તવાઈ બોલાવવામાં આવી અને જે રકમ બહાર આવી છે તેને લઇ ઘણો ખરો ઉહાપો પણ મચી ગયો છે.

એ સમયે વાત એવી પણ વહેતી થઈ હતી કે આ સર્ચ ઓપરેશન પૂર્ણ થાય અને ત્વરિત અધિકારીઓની બદલી કરાવી દેવામાં આવે પરંતુ એ સમયગાળા દરમિયાન ચૂંટણીની તારીખો જાહેર થતાં આચારસંહિતા લાગી ગઈ હતી અને જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેનો અપ્રેઝલ રિપોર્ટ પણ તૈયાર કરવા માટે તાકીદ કરાઈ હતી. જેના માટે આવકવેરા વિભાગના ઇન્વેસ્ટિગેશન વિંગ ના ટોચના અધિકારીઓ તથા જોડાયેલા અન્ય કર્મચારીઓ દ્વારા રાત દિવસ એક કરી તપાસનો ધમધમાટ યથાવત રાખ્યો હતો અને જે ડેટા દરોડા વખતે એકઠા કરવામાં આવ્યા હતા તેની યોગ્ય તપાસ અને અવલોકન પણ કરવામાં આવ્યું હતું અને ફાઇનલ રિપોર્ટ અમદાવાદ સુપરત કરી દેવામાં આવ્યો હતો.

આ સર્ચ ઓપરેશનની ગંભીરતા ને ધ્યાને લઈ કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે કેટલા લોકોને નોટિસો પાઠવવામાં આવી હતી અને કેટલા નું ડિસ્ક્લોઝર કરવામાં આવ્યું છે તે અંગે કોઈ નક્કર વાત સામે આવતી નથી એટલે કે કહી શકાય કે અત્યંત ગુપ્ત રાહે આ સરચ ઓપરેશનને પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે બદલીઓ થવાનો સમય હોવાના કારણે રિંગના ટોચના અધિકારીઓએ બાકી રહેતી કામગીરી પણ ઝડપથી આટોપી લીધી છે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર બદલીઓ થાય ત્યારબાદ રાજકોટમાં નવાજૂની ના એંધાણ જોવા મળશે કારણ કે હાલ રિયલ એસ્ટેટ ગ્રુપ પરની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે ત્યારે એ કહેવું મુશ્કેલ છે કે હવે પછીનો ટાર્ગેટ કોણ હશે પરંતુ ક્યાંક ને ક્યાંક એ વાત સ્પષ્ટ છે કે ગત સર ચોપરેશનો જે કોઈ કનેક્શન ખુલ્યું છે તેના ઉપર તવાઈ બોલાવવામાં આવે તો નવાઈ નહીં. નહીં હાલ એવી પણ વાત સામે આવી રહી છે કે અત્યારે ઇન્વેસ્ટિગેશન વિંગના ટોચના અધિકારી ની જગ્યા પર હંગામી ચાર્જ કોઈ ને સોંપવામાં આવે તેવી પણ વાત વહેતી થઈ છે.

કરદાતાને જરૂર પડે તો ફેસલેસની જગ્યાએ હાજર રહી પોતાના જવાબો આપી શકશે

ફેસલેશ એટલે ફેસ વગરનું નહીં

આવકવેરા વિભાગ સાથે જોડાયેલા જે કરદાતાઓ અને વ્યાપારીઓ છે તેઓને કોઈ અગવડતા નો સામનો અસસેસમેન્ટ વખતે ન કરવો પડે તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ એક્સિસ દ્વારા ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ લાગુ કરવામાં આવી હતી. પરંતુ આ સ્કીમ નો સૌથી મોટો ગેરલાભ એ જ છે કે જ્યારે કોઈ જટીલ કેસ હોય તે સમયે ઘણા ખરા આધાર પુરાવા રજુ કરવા પડે અને સંલગ્ન અધિકારી સાથે દલીલ પણ કરવી પડે જે ફેસ્લેસ સ્કીમમાં શક્ય નથી. ત્યારે હવે માંગ એવી પણ ઊઠવા પાની છે કે આ સ્કીમ નો ઉપયોગ જે કોઈ કરદાતા કરવા માંગતું હોય તો તેમને છૂટ છે પરંતુ સાથો સાથ હાજર રહી અધિકારીઓ સાથે રૂબરૂ વાળતા લાભ થઈ શકે અને જવાબ રજૂ કરી શકે તે પ્રકારની જૂની

વ્યવસ્થાને પણ યથાવત ચાલુ રાખવી જોઈએ. ઘણા ખરા કિસ્સાઓમાં જેવા કે લીટીગેશનના પ્રશ્નો હોય તેમાં રૂબરૂ જો જવાબ આપવામાં આવે તો જે ભવિષ્યમાં વિકટ પરિસ્થિતિ ઉભી થતી હોય તે ન થાય. ઘણી ઘણી વખત એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે કે ફેસલેસ એસેસમેન્ટ દરમિયાન કરદાતા ને સંતોષકારક જવાબ મળ્યો ન હોવાથી તે જે કેસ છે તે પેન્ડિંગ રહેતો હોય છે અને સામે બેક્લોગ પણ વધતા કામનું ભારણ વધે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.