લગ્ન એ માત્ર બે વ્યક્તિને જોડતી કડી નથી. લગ્ન દ્વારા બે વ્યક્તિ એકબીજા સાથે આખી જીંદગી વિતાવવાના વચનો આપે છે. પરંતુ એ વચનો નિભાવવામાં કેટલાં દંપતિઓ સફળ રહ્યા છે ….? ત્યારે જે એકબીજાને સાથ આપવાની, એકબીજાની ખુશીની કદર કરવાની વાત આવે ત્યારે મોટાભાગે સ્ત્રીઓએ જ પોતાની ખુશીનું બલિદાન આપવાનો વારો આવે છે તો લગ્નની ઇચ્છા ધરાવતી યુવતીએ પુરુષ પાત્રને પસંદ કરતાં પહેલાં તેમાં આ તત્વને ખાસ જોવું જેથી લગ્ન બાદ આગળનું જીવન બંને માટે સુખમયી બની રહેશે. જી.હા.. પુરુષોમાં ધાર્મિકતા હોવી જરુરી છે જેના દ્વારા તે ભગવાનમાં આસ્થા અને વિશ્ર્વાસ ધરાવે છે. તેમજ પરિવારમાં સ્ત્રીનું મહત્વ સમજી તેને માન સન્માનની દ્રષ્ટિએ જુએ છે. કોઇપણ સંજોગોમાં તેની પરવા કરે છે તેના સુખ દુ:ખ વિશે વિચાર કરવા સક્ષમ બને છે. પરંતુ આજના આધુનિક યુગમાં ધર્મમાં આસ્થા ધરાવતો યુવક શોધવો એ પણ લોઢાના ચણા ચાવવા સમાન બન્યો છે. પોતાના મોજશોખ અને મિત્રોને વધુ સમય આપતો આજનો યુવક કે પુરુષ પોતાના પરિવાર તેમજ ભગવાને ભાગ્યે જ સમય આપે છે. ત્યારે યુવતીનાં પરિવાર માટે એક ધાર્મિક અને પારિવારિક યુવક શોધવો એ એક ચુનોતી છે
પુરુષનું એવું લક્ષણ જે લગ્ન જીવનને બનાવે છે ખુશખુશાલ…
Previous Articleકયું એવું કારણ છે જેના લીધે રોજના 15ના મૃત્યુ થઈ રહ્યા છે….
Next Article કેવો રહશે તમારો આજનો {17-11-2017} દિવસ