નોન એસી સ્લીપર અને સામાન્ય દ્વિતીય શ્રેણીના કોચ આઇસોલેશનમાં પરિવર્તિત કરાશે

વૈશ્ર્વિક મહામારી કોરોના સામે લડવા ભારતીય રેલવ પોતાનું યોગદાન આપવા આગળ આવી છે જે અંતર્ગત ૨૦૦૦૦ રેલવેના ડબ્બાઓને કવોરોન્ટાઇન, આઇસોલેશન ડબ્બાઓમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો છે. જેના પ્રથમ ચરણમાં પ૦૦૦ કોરો માટે કામગીરી થઇ રહી છે. આ પ૦૦૦ કોચોમાં ૮૦૦૦૦ બેડની ક્ષમતા હશે.

પશ્ર્ચિમ રેલવે એ ચિકિત્સા ટીમના સહયોગથી માત્ર એક અઠવાડીયાની અંદર ૪૬૦ કોચોને આઇસોલેશન વોર્ડમાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

Isolation coaches 3

૪૬૦ કોરોમાંથી ૧૭૦ મુંબઇ મંડળ દ્વારા ૪૫ વડોદરા દ્વારા, ૭૫ રતલામથી, ૭૦ અમદાવાદથી, રાજકોટથી ર૦ અને ભાવનગર ડીવીઝન દ્વારા ૧૭૦ કોચોને પરિવર્તિત કરવામાં આવશે. આ મિશનને પૂર્ણ કરવા માટે તમામ ઝોનના ડેપો કામે લાગી ગયા છે રેલવે બોર્ડના દિશા નિર્દેશો મુજબ પહેલો પ્રોટોટાઇપ કોચ ભાવનગર વર્કશોપમાં તૈયાર છે નોન એસી સ્લીપર અને સામાન્ય દ્રિતીય શ્રેણીના કોચ આઇસોલેશનમાં પરિવર્તિત કરાશે.

Isolation coaches 4

કોચની મુખ્ય વિશેષતાઓ આ પ્રકારની હશે

* એક શૌચાલયને સ્નાનની સુવિધાઓ સાથે બાથરૂમમાં પરિવર્તિત કરાશે

* પાણીના નળની જોગવાઇ જે કોણી દ્વારા સંચાલિત થશે

* પગથી ચલાવી શકાય તેવી કચરા પેટીની જોગવાઇ

* પ્લાસ્ટિકના પડદા

* તબીબી સાધનોના ઉપયોગ માટે વધારાની વ્યવસ્થા

* બારીઓ પર મચ્છરદાની

* મેડિકલ માટે સ્ટોર રૂમ

* ઓકિસજન સિલિન્ડરની વ્યવસ્થા

* દર્દીઓની સગવડતા માટે સ્લીપર કોચમાં મઘ્ય બર્થ દૂર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.