ગાર્ડ પદનામ અંગ્રેજોએ આપ્યું હતું

ટ્રેનમાં મુસાફરી દરમિયાન ગાર્ડ ઝંડી આપે ત્યારબાદ જ ટ્રેન ઉપડે છે. ગાર્ડ પેસેન્જર ટ્રેનની સાથે ગુડ્સ ટ્રેનના સંચાલનમાં પણ ખુબજ મહત્ત્વનો ભાગ છે. ટ્રેનના ગાર્ડનું પદનામ અંગ્રેજોએ આપ્યું હોવાની માન્યતા સાથે રેલવે યુનિયન દ્વારા લગભગ 17 વર્ષ પહેલા 2004માં ગાર્ડ નામ બદલવાની માગણી કરાઈ હતી.

લાંબા સમયની માગણી બાદ નવા વર્ષમાં રેલવે બોર્ડે યુનિયનની આ માગણી સ્વીકારતા હવેથી ટ્રેનના ગાર્ડને ટ્રેન મેનેજર તરીકે સંબોધવામાં આવશે. જો કે ગાર્ડનું આ ડેઝિગ્નેશન બદલવાથી તેના પગાર ધોરણ, પ્રમોશન કે અન્ય જવાબદારીઓમાં કોઈ ફેરફાર નહીં થાય.

ટ્રેનના ડ્રાઈવરને લોકો પાયલટ નામ આપ્યા બાદ લાંબા સયમથી ટ્રેનના ગાર્ડનું નામ પણ બદલવા લાંબા સમયથી માગણી હતી. જેને રેલવે બોર્ડ દ્વારા સતત ટાળવામાં આવતું હતું. જો કે તાજેતરમાં રેલવે બોર્ડના અધિકારીઓ સાથે એઆઈઆરએફની બેઠક યોજાઈ હતી જેમાં ગાર્ડ નામ બદલવા માટે સહમતિ આપવામાં આવી હતી.

આ સહમતિના પગલે હવે ગાર્ડને ટ્રેન મેનેજર તરીકે સંબોધવા રેલવે બોર્ડ દ્વારા પણ આદેશ બહાર પાડી દેવામાં આવ્યો છે.હવેથી ગાર્ડનું સંબોધન વિવિધ સ્તરે મેનેજર તરીકે ઓળખાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.