જૂનાગઢના વંથલી પાસે આવેલું એક એવું મંદિર કે જ્યાં કોમી એકતાના દર્શન તો થાય જ છે પરંતુ સાથે સાથે અહીં આ મંદિર સાથે અનેક લોકવાયકા જોડાયેલી છે. આ મંદિર આજે પણ અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં જોવા મળતી પરંપરાઓ, લોકવાયકાઓ અને કોમી એકતા ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિબિંબ છે. આ મંદિર ફક્ત વસા વાણિયા સમાજ માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે એક અનમોલ ધરોહર છે. આ મંદિરની બાજુમાં એક દરગાહ પણ આવેલી છે. અનેક લોકોની આસ્થા સાથે અહીં કોમી એકતા પણ જોવા મળે છે. દરેક પરણીને આવેલા નવ પરણીત યુગલે ઘરે જતા પહેલા સૌથી પહેલા આ મંદિરે દર્શન કરવા આવવાની માન્યતા છે. ત્યાં સુધી કે અહીં વસા વાણિયાના કુળદેવતા રગતીયા બાપા કહેવાય છે. જ્યાં સુધી રગતીયા બાપાના મંદિરે નૈવેધ ધરવામાં આવે નહિ એટલે કે ઉજેણી કરવામાં આવે નહીં ત્યાં સુધી મંદિરે પરિવારનું કોઈ સભ્ય જઈ શકતું નથી. આ મંદિર અંદાજિત 400 વર્ષથી વધુ વર્ષ જૂનું છે. આ મંદિરના ઇતિહાસની સમગ્ર માહિતી અહીં 35થી વધુ વર્ષથી સેવા પૂજા કરતા માધવજીભાઈએ આપી હતી…
શું જોડાયેલી છે આ મંદિર સાથેની લોકવાયકા
આ મંદિરના પૂજારી માધાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે તે વર્ષોથી વંથલી સ્થાયી થયા છે આ મંદિરમાં વર્ષોથી સેવા પૂજા કરવા માટે આવે છે. અત્યાર સુધી સાંભળેલી લોકવાયકા અનુસાર રગતીયા બાપા અને પીર બાપા બંને મિત્ર હતા. 26 વર્ષથી માધાભાઈ આ મંદિરની સેવા પૂજા કરે છે. આ મંદિર સાથે દરેક જ્ઞાતિ જાતિના લોકોની આસ્થા અતૂટ જોડાયેલી છે. પરંતુ રગતીયા બાપા તે વસાવાણિયા કુળના કુળદેવતા કહેવાય છે. રાગતિયા બાપા , માલબાપા અને બેન કાળી નાગ જે ત્રણ ભાઈ બહેન કહેવાય છે.
એક સમયે વડલા નીચે આ મંદિર હતું
રગતીયા દેવ એક સમયે વડલા નીચે બિરાજતા હતા. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મંદિર બનતું ગયું અત્યારે હાલમાં બાપા નું ભવ્ય મંદિર છે , આ મંદિર પરિસરમાં ભગવાન શિવ , ખોડીયાર માતા અને એક દરગાહ આવેલી છે. આ મંદિર 400 વર્ષ જૂનું છે એવું કહેવાય છે કે માણેકવાડા સ્થિત માલ બાપા તેમના ભાઈ છે અને કણજા સ્થિત માતાજીનું મંદિર છે તે તેમના બહેન છે. રગતીયા બાપા એ અહીં જૈન લોકો પર કર નાખેલો છે જ્યાં સુધી તેમના નિવેદ ન કરે ત્યાં સુધી જૈન લોકો આ મંદિરમાં તેમના સન્મુખ આવી શકતા નથી. જ્યાં સુધી નિવેદ ન થયા હોય ત્યાં સુધી જૈન લોકો 60 ફૂટ દૂરથી આ રગતિયા દાદા ના દર્શન કરે છે.
જૈન લોકો સાથે શું જોડાયેલી છે આસ્થા
વસાવાણીયા જ્ઞાતિના જૈન લોકો સાથેની આ પરંપરા જોડાયેલી છે જેમાં રગતીયા દાદા તેમના કુળદેવતા માનવામાં આવે છે તેથી જ તેમની નિવેદની વિધિ કરવામાં દૂર રહીને વિધિ કરવી પડે છે જ્યાં સુધી નિવેદ કરવામાં ન આવે ત્યાં સુધી દાદાના દર્શન કરી શકતા નથી. અહીં તમામ કોમના લોકો દર્શને આવે છે પરંતુ તે વસાવાણીયા જ્ઞાતિના કુળદેવતા કહેવામાં આવે છે.
કઈ રીતે ઉજવણી કરી શકે
જે નિવેદ ધારવાની વિધિ હોય છે તેને ઉજેણી કહેવામાં આવે છે તે તમામ પ્રકારની વિધિ તેમને નદીને પેલે પાર કરવી પડે છે આ મંદિરની બાજુમાંથી જ ઓજત નદીનો કાંઠો પસાર થાય છે પરંતુ જો કોઈ પણ પ્રકારની નિવેદની વિધિ કરવી હોય તો તે નદીને પેલે પાર કરવી પડે છે. અડદની દાળ ખીચડી અને રોટલી આટલી વસ્તુ બનાવી અને તેને લઈ અને વાજતે ગાજતે મંદિરે આવવાનું હોય છે.
આ ગામમાં વસતા જે પણ લોકો છે તેમના લગ્ન થયા હોય એટલે સૌથી પહેલા ઘરે જતા પહેલા તેમને આ મંદિરે દર્શન કરવા આવવાની પરંપરા છે જ્યાં સુધી આ મંદિરે દર્શન કરવા ન આવે ત્યાં સુધી તેમનું લગ્નજીવન અસફળ ગણાય છે. આ મંદિરે આવીને જ દરેક નવદંપતીએ પોતાના લગ્નના છેડાછેડી છોડવાના રહે છે.
અહેવાલ: ચિરાગ રાજ્યગુરુ