- જેમ્સ એન્ડ જવેલરી એસો. કારોબારી સભ્યો બિન હરિફ વરણી: નવનિયુકત હોદેદારોએ અબતકની શુભેચ્છા મુલાકાત દરમિયાન આપી વિગત
જેમ્સ એન્ડ જવેલરી એસો.ની તાજેતરમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કારોબારી સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં પ્રમુખ મયુરભાઈ આડેસરા, મંત્રી મનીષભાઈ ભગદેવ (ઉદયભાઈ) તેમજ ખજાનચી જીજ્ઞેશભાઈ લાઠીગરા, ઉપપ્રમુખ પ્રજ્ઞેશ રાણપરા, ધર્મેશભાઈ પાટડીયા, હર્ષદભાઈ રાણપરા, સહમંત્રી લવકેશભાઈ શાહ, દિનેશભાઈ રાણપરા તેમજ સહખજાનચી હરેશભાઈ આડેસરા, દિવ્યેશભાઈ પાટડીયા, કનૈયાલાલ રાજપરા, નિરેનભાઈ બારતીયા, સંજયભાઈ પરમાર, નીલેશભાઈ કાત્રોડિયા, કિશનભાઈ રાજાણી, જગદીશભાઈ ઝીઝુવાડીયાને બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા.
ત્યારે જેમ્સ એન્ડ જવેલરી એસો.ના પ્રમુખ મયુરભાઈ આડેસરાએ અબતકના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, કારોબારી સમિતિ દર વર્ષ સભ્યો વરણી કરવામાં આવે છે. હાલ રાજકોટની સોના-ચાંદી બનાવટ દેશ વિદેશમા પ્રખ્યાત છે.
રાજકોટને તેનું ંહબ ગણવામાં આવે છે. એક સમયની હુન્નર શાળામાં હતી જેમાં ધીરેધીરે સમયની સાથે લુપ્ત થઈ છે. અત્યારે બંગાળી કારીગરોનું પ્રભુત્વ વધ્યું છે.
અમારી ટીમ દ્વારા જુની પરંપરાગત અને ટેકનોલોજીનો સંગમ કરી હવે નવી પેઢીને સાથે રાખીને તેમને ટ્રેનીંગ આપીએ છીએે. અને આ સેમીનાર કરવામાં આવે છે. જયારે હેાલ માર્કનો નિયમો આવ્યો ત્યારે બધા વેપારીએ સ્વીકાર કરી તેનો અમલ પણ શરૂ કર્યો હતો.
પરંતુ તેમા જે લોકોને જીએસટી વગર હોલમાર્ક આપવા આવતો નહતો ત્યારે અમારા એસો. દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે બંગાળી સોની કારીગરો સોનું લઈને ભાગી જાય છે.
તેવા બનાવ બનતા હોય છે ત્યારે બંગાળી કે સ્થાનિક કારીગરોને પરિચય મળીને માટે જેમ્સ અને જવેલરી એસો. પરિચય કાર્ડ કરવામાં આવે જેનાથી વેપારી અને કારીગરો બંને ફાયદો મળશે. તેમજ કારીગર વેપારીઓમાં જરૂરી આધાર કાર્ડ, પાનકાર્ડ, જેવા પુરાવા સાથે રાખીને કામ કરવું.
અબતકની શુભેચ્છા મુલાકાતે પ્રમુખ મયુરભાઈ આડેસરા મંત્રી મનીષભાઈ ભગદેવ, ખજાનચી જીજ્ઞેશભાઈ લાઠીગરા, પ્રજ્ઞેશભાઈ રાણપરા, હર્ષદભાઈ રાણપરા, લવકેશભાઈ શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
વધુને વધુ એકિઝબીશન કરી ગ્રાહકો સાથે સેતુ બાંધીશું : પ્રમુખ મયુર આડેસરા
જેમ્સ એન્ડ જેલવરી એસો.ના હોદાદારો એ જણાવ્યું હતુ કે બહારની કંપની આવી એકિઝબિશન દ્વારા અહીંના ગ્રાહકને ખેંચી જાય છે. પોતાની એક ઈમેજ સ્થાપીત કરી જાય છે. પરંતુ હવે અમારા દ્વારા આવા એકિઝબિશન કરીને લોકોને આપણી પરંપરાગત કારીગીરીની આગવું દર્શન કરાવામાં આવશે. એક્ઝિબિશન દ્વારા લોકોને રાજકોટની અવનવી કારીગરી અને અવનવી આઈટમ પ્રદર્શનમાં નિહાળી શકે તેવો પ્રયત્ન કરવામાં આવશે ગ્રાહક અને વેપારી વચ્ચેનો એક નવો સેતુ બાંધવામાં આવશે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ફેશનની સાથે સાથે જ્વેલરી ડિઝાઇનમાં પણ રાજકોટ વાસીઓની પસંદ દુનિયામાં સૌથી ફાસ્ટ અને ઊંચી હોય છે ત્યારે કારીગરો પણ અવનવી ડિઝાઇનો સાથે દુનિયાની સ્પર્ધામાં રાજકોટનું નામ રોશન કરી રહ્યા છે આ એક્ઝિબિશનમાં જ્વેલરી ડિઝાઇન અને એડવાન્સ ટેકનોલોજી નો સમન્વય દેખાઈ રહ્યું છે
કલમ 411/412માં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી
જેમ્સ એન્ડ જવેલરી એસો. દ્વારા વધુમાં જણાવામાં આવ્યું હતુ કે જયારે કોઈ ચોરીનો બનાવ બને છે ત્યારે તંત્ર દ્વારા તો અમને લોકોને પૂરો સહયોગ આપવામાં આવે છે. પરંતુ કાયદાની 411/412 કલમમાં ફેરફાર કરવો જરૂરી છે. ખોટા નિવેદનને કારણે કયારેક અમને લોકોને નુકશાન થતું હતુ
સોનામાં કરેલું રોકાણ ઓલ ટાઇમ બેસ્ટ
સોનું તાજેતરમાં રેકોર્ડ સ્તરે પહોચ્યું છે. પરંતુ આ સમય પણ લોકોનું જવેલરી ખરીદવાનું આકર્ષણ ઓછુ નથી થયું કારણ કે સોનું એ લોકોને સારી નરસી પરિસ્થિતિમાં કયારે પણ કામ આવે છે. કોરોનાની એવી પરિસ્થિતિમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. એટલે રોકાણ માટે સોનાને બેસ્ટ ગણવામાં આવે છે. એટલે જ તો કહેવાય છે કે ‘સોનાને લાગે કયાંથી કાટ’ એ વાત પણ હકિકત છે.