70 વર્ષ બાદ શાહી પરિવારમાં યોજાયો તાજપોશી સમારોહ: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની વિશેષ હાજરી

બ્રિટનના રાજા ચાલ્ર્સ તૃતીય અને રાણી કેમિલાની તાજપોશી આજે ભવ્યાતી ભવ્ય રીતે કરવામાં આવી છે.  બ્રિટિશ શાહી પરિવારમાં 70 વર્ષ બાદ આ સમારોહ યોજાયો છે.  અગાઉ 1953માં રાણી એલિઝાબેથનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.  ત્યારે તેઓ 27 વર્ષના હતા.  તે સમયે ચાલ્ર્સ 4 વર્ષના હતા.  હવે કિંગ ચાલ્ર્સ 74 વર્ષના છે.

રાજ્યાભિષેક દરમિયાન કિંગ ચાલ્ર્સ 700 વર્ષ જૂની સેન્ડ એડવર્ડ ખુરશીમાં બેસ્યા હતા. તેમના અભિષેક માટે 12મી સદીના સોનાના ચમચી અને પવિત્ર તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કિંગ ચાલ્ર્સના રાજ્યાભિષેક માટે લંડન ગયેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ગઈકાલે ચાલ્ર્સ સાથે મુલાકાત કરી હતી.  આ બેઠક કોમનવેલ્થ દેશોના પ્રતિનિધિઓના સ્વાગત દરમિયાન થઈ હતી.  ડો. ધનખરે નેતાઓ સાથે કોમનવેલ્થની સંસ્થાને મજબૂત અને કેન્દ્રિત બનાવવા પર ચર્ચા કરી હતી.  આ દરમિયાન તેમણે લંડનમાં ભારતીય મૂળના ભૂતપૂર્વ અને વર્તમાન સાંસદો સાથે પણ વાતચીત કરી હતી.રાજા ચાલ્ર્સના રાજ્યાભિષેક પાછળ 100 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

બકિંગહામ પેલેસના જણાવ્યા મુજબ વેસ્ટમિન્સ્ટર એબી ખાતે આયોજિત સમારોહમાં શાહી પરિવારના સભ્યો સહિત 2400 થી વધુ લોકોએ હાજરી આપી છે. આમાં 203 દેશોના પ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં 100થી વધુ રાષ્ટ્રાધ્યક્ષોને પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.