સ્કોટલેન્ડ દેશમાં આ દિવસની બે દિવસ સુધી ઉજવણી થાય છે : ઈરાનના લોકો ફારસી નવ વર્ષના ૧૩ મા દિવસે આ દિવસ ઉજવે છે , જેને ‘સજદા બેદાર’ કહેવાય છે: સ્પેન અને લેટિન અમેરિકામાં તેને ‘દિયા ડે’ પણ કહેવાય છે.
જાુલિયન કેલેન્ડર પ્રમાણે આ દિવસે નવું વર્ષ ઉજવાતું ને આ કેેલેન્ડરમાં નવા વર્ષનો આરંભ એપ્રિલથી થતો હોવાથી આ પ્રથમ દિવસ ગણવામાં આવતો, આજે પણ ભારતનું નાણાકીય વર્ષ ૧ લી એપ્રિલથી ૩૧ માર્ચ જ ગણવામાં આવે છે.
આજે સમાચારોને સાચા માનવા કે ખોટા તે તમારી વિવેક બુદ્ધિ પણ નિર્ભર છે : એપ્રિલ ફૂલ ડે ના દિવસે લોકોને મૂર્ખ બનાવવાની મજા કંઈક અલગ જ હોય છે, લોકો મજાક મસ્તી કે મૂર્ખ બનાવવા અવનવા આઈડિયા અજમાવે છે.
આજે એપ્રિલ ફૂલ દિવસ છે, લોકો વિવિધ આઈડિયા લગાવીને મિત્રો સર્કલમાં મિત્રોને મૂર્ખ બનાવતા હોય છે. આજના દિવસે ઘણા ફેક ન્યુઝ પણ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે, પણ તેને સાચા માનવા કે ખોટા તે આપણી વિવેક બુદ્ધિ ઉપર નિર્ભર છે. લોકોને મૂર્ખ બનાવવાની પરંપરા સદીઓથી ચાલતી આવીછે, ત્યારે આજનો દિવસ મજાક મસ્તી કરવાનો છે. વિશ્વના લગભગ બધા દેશોમાં એપ્રિલ ફૂલ દિવસ ઉજવાય છે. સ્કોટલેન્ડ દેશમાં આ દિવસની ઉજવણી બે દિવસ કરવામાં આવે છે.
વર્ષો પહેલા બોલીવુડની એપ્રિલ ફૂલ નામની હિન્દી ફિલ્મ આવી હતી. આ ફિલ્મનું ગીત “એપ્રિલ ફુલ બનાયા તો ઉનકો ગુસ્સા આયા” આજે પણ જાણીતું છે. ૧ લી એપ્રિલ આમ તો આપણું નાણાકીય વર્ષ શરૂ થવાનો દિવસ છે. પરંતુ વર્ષોથી ‘ઓલ ફૂલ્સ ડે’ તરીકે પણ ઉજવાય છે. આ દિવસ કોઇ રજા કે જાણીતો તહેવાર ન હોવા છતાં ભારત સહિત વિશ્વ નાં ઘણા દેશોમાં ઉજવાય છે. આજના દિવસે લોકો એકબીજાની ટીખળ કરીને હાસ્ય સાથેનો આનંદ ઉઠાવે છે. આજના યુગમાં ખાસ કરીને યુવા વર્ગમાં આ તહેવારનું મહત્વ વધારે છે.
આજના એપ્રિલ ફુલ ડે ના દિવસે મિત્રો-કુટુંબીજનો, પાડોશીઓ અને કયારેક દુશ્મનનો પણ રમુજી ટીખળ કરે છે. આમ જોઇએ તો આની પાછળ સામી વ્યકિતને મુર્ખ બનાવવાનો કે ક્ષોભ અનુભવવાનો મુખ્ય હેતુ હોય છે. સામાન્ય રીતે આવી મજાક મસ્તીનો દોર બપોર સુધી ચાલે છે. યુ.કે. ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા જેવા દેશોમાં બપોર પછી ની આવી મજાકને ‘એપ્રિલ ફૂલ’ કહેવાય છે. પણ બીજા દેશો અને આપણાં ભારતમાં આવી મજાક મસ્તી આખો દિવસ ચાલે છે.
આ દિવસની શરૂઆતની વિવિધ લોકવાયકા છે. ગ્રેગેરિયન કેલેન્ડર અપનાવ્યા પછી તુરંત આવતા આ દિવસને મનાવવાની શરુઆત થઇ હતી. આ દિવસ બીજાઓને મુરખ બનાવવાનો દિવસ છે. યુવા વર્ગ પોતાનો દિમાગ દોડાવીને બીજાને મુર્ખ બનાવવાની નવી નવી તરકિબ શોધી કાઢે છે. આ વિદેશી કલ્ચરનો કોમેડી દિવસ છે. આ દિવસને પુસ્તકો, ફિલ્મો, ટેલીવિઝન વિગેરેમાં વિશેષ સ્થાન મળેલ છે. આમ જોઇએ તો હાસ્ય બેસ્ટ મેડીસીન છે. જેનો આ દિવસે લોકો ભરપુર ફાયદો ઉઠાવે છે. અમુક પરિવારો તો બાળકોને સાથે રાખીને આખો દિવસ બીજાને મુર્ખ બનાવીને મનોરંજન માણે છે.
૧૫૮૨ માં ફ્રાન્સમાં એપ્રિલ ફુલ દિવસની શરૂઆત થઇ જયારે પોપ ચાલ્ર્સ-૯ એ જાુના કેલેન્ડરની જગ્યાએ નવા રોમન કેલેન્ડર શરુઆત કરી આને કારણે નવા વર્ષની શરુઆત ૧ લી જાન્યુઆરીથી થાય છે. જે પહેલા ૧ લી એપ્રિલથી શરુ થતું હતું. આમ છતાં જાુની તારીખથી શરૂ થતા નવા વર્ષને નવું વર્ષ કહેતા હોવાથી , તેને ‘એપ્રિલ ફૂલ ડે’ તરીકે જાહેર કરી દીધો હતો. આ દિવસ વિશ્વ માં એપ્રિલની અલગ અલગ તારીખે ઉજવવામાં આવે છે. ઇટાલી, ફ્રાંસ, બેલ્જિયમ અને સ્વિન્ઝરલેન્ડ તથા કેનેડામાં ફ્રેન્ચ વસ્તી ધરાવતા લોકો કોઇને જાણ વગર એકબીજાને કાગળની માછલી ચોટાડીને આ દિવસ ઉજવે છે.
એપ્રિલ ફૂલના દિવસે થતી મજાક – મશ્કરીને કારણે લોકો સાચા સમાચાર પર વિશ્ર્વાસ મુકતા નથી. ૧ લી એપ્રિલે બનેલી ઘણી સાચી ઘટનાઓ કોઇ માનવા તૈયાર જ ન હતા જેમ કે ૧૯૪૬ માં હવાઇમાં આવેલી ભયંકર સુનામીની વાત કોઇ માનતુ જ નહતું. આ દિવસનો ઇતિહાસ રસપ્રદ છે. ગ્રેગોરિયન પંચાગનો ૯૧ મો દિવસ (લિપ વર્ષનો ૯૨ મો) આ દિવસ પછી વર્ષ પુરૂ થવામાં ર૭૪ દિવસ બાકી રહે છે. તેથી વિશ્વ ના ઘણા દેશોમાં આ ૧ લી એપ્રિલ ડે ઉજવાય છે. ઇંગ્લેન્ડમાં ૧૭૫૨ માં કેલેન્ડરમાં સપ્ટેમ્બર મહિનાની બે તારીખ પછી સીધી ૧૪ તારીખ પ્રિન્ટ કરાય હતી. બન્ને વચ્ચે ૧૧ દિવસ અદ્રશ્ય થઇ ગયા હતા. આ કોઇ છબરડો ન હતો પણ, એક વાસ્તવિકતા હતી.
રોમન જાુલીયન કેલેન્ડર નવા ગ્રેગોરીયન કેલેન્ડર કરતાં ૧૧ દિવસ નાનું હતું. તેથી ર તારીખ પછી સીધી ૧૪ તારીખ પ્રિન્ટ કરી હતી. આ દિવસે બધાએ મહિનામાં ૧૧ દિવસ ઓછું કામ કરેલ હતું, છતાં બધાને પૂરો પગાર મળ્યો હતો. આ દિવસોમાં આ વિચિત્ર કેલેન્ડર ની બહુ ચર્ચા ચાલી હતી. આ વખતે ઇંગ્લેન્ડ તત્કાલીન રાજાને લાગ્યું કે પ્રજા જો જાુના કેલેન્ડર મુજબ ૧લી એપ્રિલના રોજ નવું કેલેન્ડર ઉજવશે તો નવા કેલેન્ડરનો કોઇ અર્થ રહેશે નહી તેથી એ જમાનામાં એક ખાસ વટહુકમ બહાર પાડયો કે જે ૧લી એપ્રિલ નવું વર્ષ ઉજવશે તેને ફૂલ (મુરખ) નો એવોર્ડ અપાશે. આ પાછળનો હેતુ એવો હતો કે લોકો ૧લી એપ્રિલે નવું વર્ષ ઉજવવાનું ભૂલી જાય, આમ ધીમે ધીમે ૧લી એપ્રિલ ફૂલ ડે અર્થાત મુરખાનો દિવસ તરીકે ઓળખાવવા લાગ્યો
એવી મજાક કયારેય ન કરવી કે, તમારી વાતથી બીજા લોકોને દુ:ખ પહોંચે
આજના દિવસે બીજાને બનાવતા-બનાવતા આપણે બની જતા હોય છીએ, પણ એવી મજાક કયારેય ન કરવી જેનાથી બીજાને દુ:ખ પહોચે. આ ઉજવણીની શરૂઆત ૧૩૮૧ માં ઈગ્લેન્ડ રાજાએ કરી હતી જેમાં તેની સગાઈ ૩૨મી માર્ચે યોજાશે તેવી જાહેરાત કરતા લોકો ઉજાણી કરવા લાગ્યા હતા, બાદમાં ખબર પડી કે આવી તારીખ જ ન હોય, એમ બધા મુર્ખ બન્યા ત્યાંથી ‘ફૂલ ડે’નો પ્રારંભ થયો. ૧૫૮૨ માં ફ્રાન્સમાં જૂનુ કેલેન્ડર બદલાયું છતાં અમુક લોકો જુના કેલેન્ડરને વળગી રહેતા આ દિવસ શરૂ થયો. ભારતમાં અંગ્રેજોએ આ દિવસ ઉજવવાનું શરૂ કરેલ, જોકે ધીરે ધીરે ક્રેઝ વધવા લાગ્યો ને આજે તો સોશિયલ મીડિયામાં તેના મીમ્સ, જોકસ વિગેરે વાયરલ થઈ રહ્યા છે.આખી દુનિયામાં આ દિવસને ‘મુર્ખ દિવસ’ પણ કહેવાય છે.
ખોટા સમાચારની અફવા ન ફેલાવવી
આજે ૧લી એપ્રિલ એટલે મુર્ખ બનાવવાનો દિવસ સૌને નમ્ર વિનંતી છે કે કોઇએ એપ્રિલ ફૂલના મેસેજમાં મજાક મજાકમાં અફવા ન ફેલાવવી, અફવા ઘણીવાર ગંભીર સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે ગંભીર પરિસ્થિતિમાં આપણી મુશ્કેલીમાં વધારો કરે એવા કોઇ સંદેશાઓ ફોરવર્ડ ન કરવા, આ બાબતની તકેદારી રાખીને આપણી સામાજીક ફરજ બજાવીએ તેવો સૌને અનુરોધ.
અરુણ દવે