સંસ્થાની ત્રણેય શાળાઓનું ધોરણ ૧૦નું પરિણામ એ સૌનાં સહિયારા પ્રયત્નો, પ્રોત્સાહનનું પ્રતિબિંબ : અપૂર્વભાઈ મણીઆર

સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવાસમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ મારુતિનગર, રણછોડનગર અને નવા થોરાળા માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ દ્વારા હર વર્ષની જેમ આ વર્ષ પણ ધોરણ ૧૦માં ઉત્કૃષ્ટ દેખાવ જોવા મળ્યો છે. જેમાં ૧૦થી વધુ વિદ્યાર્થીઓ એ૧ ગ્રેડ અને ૨૫થી વધુ વિદ્યાર્થીઓએ એ૨ ગ્રેડ મેળવેલ છે. જ્યારે બી૧ અને બી૨ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦થી વધુ છે. સરસ્વતી શિશુમંદિર શાળાનાં જ્વલંત પરિણામનાં અવસરે શાળાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે ધોરણ ૧૦માં ઉત્તર્ણીય થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સરસ્વતી વિદ્યામંદિર સંકુલે શ્રેષ્ઠ શિક્ષણ અને સર્વશ્રેષ્ઠ પરિણામની પરંપરા જાળવી રાખતા હર વર્ષની જેમ આ વર્ષની જેમ સંપૂર્ણ, સંતોષકારક અને રેકર્ડબ્રેક પરિણામ હાંસલ કર્યું છે.

આજે સરસ્વતી વિદ્યામંદિર સંકુલ શૈક્ષણિક જગતમાં શિરમોર સ્થાન હાંસલ કરી શક્યું છે એ પાછળ સમગ્ર સંસ્થાનાં ટ્રસ્ટીમંડળ, શૈક્ષણિક સ્ટાફ, વિદ્યાર્થી અને વાલીઓના સહિયારા પ્રયત્નો, પ્રોત્સાહન નિમિત્તમાત્ર છે. અત્રે એ પણ નોંધનીય છે કે, સરસ્વતી વિદ્યામંદિર સંકુલ મારુતિનગરનું ૯૬ ટકા પરિણામ, રણછોડનગર કન્યાશાળાનું ૯૮ ટકા પરિણામ જ્યારે થોરાળા સ્થિત સંકુલનું પરિણામ ૮૦ ટકાથી વધુ રહ્યું છે. જે એક કીર્તિમાન કહી શકાય. કેમ કે, સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંસ્થાએ આરંભથી આજ સુધી ફક્ત માતૃભાષામાં સંસ્કારયુક્ત શિક્ષણ વાજબી ફી સાથે લઈ નબળા વિદ્યાર્થીઓને સબળા બનાવવાની શૈક્ષણિક સેવા કરી છે. જેના ઉજળા પરિણામો સૌ સમક્ષ છે.

માતૃભાષામાં પરિણામલક્ષી સર્વશ્રેષ્ઠ પરિણામ એ જ અમારો ધ્યેયમંત્ર રહ્યો છે. ઉપરાંત માતૃભાષામાં જ વિજ્ઞાનપ્રવાહનું શિક્ષણ આપવાના હેતુસર આ વર્ષથી સરસ્વતી વિદ્યામંદિર મારુતિનગર ખાતે ધોરણ-૧૧-૧૨ વિજ્ઞાનપ્રવાહ પણ શરૂ કરવામાં આવ્યું છે. એવું જણાવી સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની, ટ્રસ્ટીશ્રીઓ પલ્લવીબેન દોશી, કેતનભાઈ ઠક્કર, રમેશભાઈ ઠાકર, અનીલભાઈ કિંગર, રણછોડભાઈ ચાવડા, અક્ષયભાઈ જાદવ, કીર્તિદાબેન જાદવે ધોરણ ૧૦માં ઉત્તરણીય થવા બદલ સૌ વિદ્યાર્થીઓ, વાલીઓ, પ્રધાનચાર્ય, શિક્ષણગણને શુભેચ્છા પાઠવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.