પહેલા વેરો ભરપાઈ કરો પછી અમારી પાસે આવજો સુપ્રીમ કોર્ટનો કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો: શહેરમાં અલગ અલગ મોબાઈલ કંપનીઓએ ૪૩૨ ટાવરના વેરા પેટે ૧૦ વર્ષમાં ફદીયુ પણ જમા કરાવ્યું નથિ

શહેરમાં ખાનગી મિલકતો પર ટાવરો ખડકી દેનાર મોબાઈલ કંપનીઓ પાસેી વેરો વસુલવાના કેસમાં કોર્પોરેશન તરફી ચુકાદો આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે મોબાઈલ કંપનીઓને સ્પષ્ટ ભાષામાં એવો આદેશ આપ્યો છે કે, પહેલા સનિક સ્વરાજયની સંસમાં તમામ વેરો ભરપાઈ કરો પછી અમારી પાસે આવજો. આ ચુકાદા બાદ મહાપાલિકાએ તમામ મોબાઈલ કંપનીઓને વેરો ભરવા માટે ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. આ મુદતમાં વેરો નહીં ભરનાર કંપનીના મોબાઈલ ટાવરો સીલ કરી દેવામાં આવશે તેમ આજે પત્રકારો સો વાતચીત કરતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મોબાઈલ કંપનીઓ પાસેી વેરો વસુલવા માટેની કામગીરી હા ધરવામાં આવતા કંપનીઓએ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં હાઈકોર્ટે મોબાઈલ કંપનીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેના સામે મહાપાલિકાએ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. સુપ્રીમે મહાપાલિકાની તરફેણમાં ચુકાદો આપતા તમામ મોબાઈલ કંપનીઓને એવો સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, પહેલા મહાપાલિકામાં વેરો ભરપાઈ કરી દેવામાં આવે ત્યારબાદ જ તેઓ સુપ્રીમમાં આવે.

શહેરમાં અલગ અલગ કંપનીઓના ૪૩૨ જેટલા ટાવરો આવેલા છે જેની પાસે વેરા પેટે ‚ા.૨૭.૪૬ કરોડ વેરા પેટે બાકી નીકળે છે. ૧૦ વર્ષી વેરા પેટે એક પણ મોબાઈલ કંપનીએ ફદીયુએ મહાપાલિકામાં જમા કરાવ્યું ની. મોબાઈલ ટાવર ઉભા કરતી ઈન્ડસ કંપનીના ૨૪૨ ટાવરો શહેરમાં આવેલા છે. જેની પાસે વેરા પેટે ‚ા.૧૫ કરોડ, વ્યુમ કંપનીના ૬૯ ટાવરોના વેરા પેટે ‚ા.૫.૦૬ કરોડ, બીએસએનએલના ૨૭ ટાવરના વેરા પેટે ‚ા.૫.૦૩ કરોડ, ટાવર વિઝન કંપનીના ૩૦ ટાવરના વેરા પેટે ‚ા.૧.૧૩ કરોડ ‚પિયા બાકી નીકળે છે. કુલ ૪૩૨ મોબાઈલ ટાવરના વેરા પેટે મહાપાલિકાએ ‚ા.૨૭.૪૬ કરોડ વસુલવાના ાય છે.

સુપ્રીમ કોર્ટે મોબાઈલ ટાવરના વેરા મામલે મહાપાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને ગઈકાલે ચુકાદાની કોપી કોર્પોરેશનને મળી ચુકી છે. જે અંતર્ગત આગામી સોમવારી ટેકસ બ્રાન્ચ દ્વારા તમામ મોબાઈલ કંપનીઓને વેરો વસુલવા માટે લીગલ નોટીસ આપવાની કામગીરી શ‚ કરવામાં આવશે જેમાં ૧૦ દિવસની મુદત અપાશે. નિયત સમય મર્યાદામાં જો કોઈ મોબાઈલ કંપની વેરો નહીં ભરે તો તેને તેના મોબાઈલ ટોવરો સીલ કરી દેવા સહિતની આકરી શીષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.