ગંગાતટે પ્રવાસી ભારતીય દિવસનો પવિત્ર પ્રારંભ: ૧૫૦ દેશોના ૫ હજારથી વધુ પ્રવાસી ભારતીયો સંમેલનનો હિસ્સો બન્યા
સ્વ.અટલબિહારી વાજપાયીએ શરૂ કર્યો હતો પ્રવાસી ભારતીય દિવસ
૨૦૦૩થી શરૂ થયેલ પ્રવાસી ભારતીય દિવસનું ૧૫મું આયોજન વારાણસીમાં
કુંભ મેળાને ધ્યાનમાં રાખી આ વર્ષે ૯ જાન્યુ.ની જગ્યાએ ૨૧ થી ૨૩ જાન્યુ.સુધી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદઘાટન કર્યું. પ્રવાસી ભારતીય દિવસના ઉપલક્ષયમાં વડાપ્રધાને જણાવ્યું કે કાશી અને પ્રવાસીઓમાં એક સમાનતા છે. કાશી ભારતના સાંસ્કૃતિક અને પરિચિત કરાવી રહી છે. પ્રવાસી પણ દુનિયાને ભારતની ઉર્જાથી પરિચિત કરાવી રહ્યું છે. આ કાર્યક્રમમાં ૧૫૦ દેશોના ૫ હજારથી વધુ પ્રવાસી ભારતીયો સામેલ થયા છે.
મહત્વનું છે કે સ્વ.અટલબિહારી વાજપેયીએ પ્રવાસી ભારતીય દિવસ શરૂ કર્યો હતો. વધુમાં નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, પહેલા લોકો કહેતા કે ભારત બદલી ન શકે પરંતુ અમે તો એ વિચાર સરણીજ બદલી નાખી. દુનિયા આજે અમારા સુચનોને ગંભીરતાથી સાંભળે છે અને સમજે છે. પર્યાવરણની સુરક્ષા અને વિશ્વની પ્રગતિમાં દુનિયા ભારતનું યોગદાન સ્વિકારી રહી છે. ઈન્ટરનેશનલ સોલર એલાયન્સના માધ્યમથી દુનિયાને અમે વન સન, વન ગ્રિડ તરફ લઈ જવા માંગીએ છીએ. અમે રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ અને સૌનો સાથ સૌનો વિકાસને સાથે લઈ આગળ વધી રહ્યા છીએ.
વધુમાં મોદીએ કહ્યું કે, એક પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દિલ્હીથી એક ‚પિયો નિકળે તો લોકો પાસે ૧૫ પૈસા પહોંચે છે. ૮૫ પૈસા છુમંતર થઈ જાય છે. કોંગ્રેસ પર આડકતરો પ્રહાર મોદીને જણાવ્યું કે એક પાર્ટીએ જેટલા વર્ષ શાસન કર્યું તે પાર્ટીની બિમાર શાસન વ્યવસ્થાને તો તેમણે સ્વિકારી પરંતુ તેનો ઈલાજ ન કર્યો. અમે ૮૫ પૈસાની આ લુંટને ૧૦૦ એ ૧૦૦ ટકા ખતમ કરી નાખી. ગત સાડા ચાર વર્ષમાં લગભગ ૫ લાખ ૮૦ હજાર કરોડ રૂપિયા સીધા લોકોના બેંક ખાતામાં ટ્રાન્સફર થયા. આ સુધારો પહેલા પણ થઈ શકતો હતો પરંતુ નિયતમાં જ ખોટ હોય તો ઈચ્છાશકિત કયાંથી આવે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાની સાથે ૧૫માં પ્રવાસી ભારતીય દિવસનું ઔપચારીક ઉદઘાટન કર્યું. જગન્નાથ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ છે. મોદી જગન્નાથની સાથે દ્વિપક્ષીય વાર્તા પણ કરશે. આ અગાઉ ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ત્રણ દિવસીય પ્રવાસી સંમેલનનું ઉદઘાટન કર્યું હતું.
પ્રવાસી ભારતીય સંમેલનની શરૂઆત તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ૨૦૦૩માં કરી હતી. આ દિવસ દર બે વર્ષે મનાવવામાં આવે છે. પહેલો કાર્યક્રમ ૯ જાન્યુઆરીએ થયો હતો. ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા માટે જ સરકારે ૯ જાન્યુઆરીએ પ્રવાસી દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો હતો. આ વર્ષે તારીખોમાં ફેરફાર કરાયાનું મુખ્યકાર પ્રવાસીઓને કુંભના મેળાની ભવ્યતાનો પરિચય થાય તે છે.
હેમા માલિની નૃત્યનાટિકા પ્રસ્તુત કરશે
ત્રણ દિવસના આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કાર્યક્રમ દરમિયાન સાંસદ અને અભિનેત્રી હેમા માલિની નૃત્યનાટિકા પ્રસ્તુત કરશે. મોરીરાસના લેખિકા રેશમી રામધોનીના પુસ્તક પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને નાગરિકતાનું વિમોચન પણ કરવામાં આવશે. આ વર્ષે પ્રવાસી સંમેલનનો વિષય નવા ભારતના નિર્માણના પ્રવાસી ભારતીયોની ભુમિકા છે.
પ્રવાસી ભારતીય દિવસ માટે આ વર્ષે વારાણસીમાં ખુબ જ ખાસ આયોજન કરવામાં આવ્યા છે. ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સહિત અન્ય મોટા નેતાઓની ઉપસ્થિતિમાં પ્રવાસી ભારતીય દિવસ સમારોહની શરૂઆત થઈ. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ભારતના વિકાસમાં પ્રવાસી ભારતીઓનું યોગદાન શું છે તે જણાવવાની છે. પ્રવાસી દિવસની શરૂઆત ૨૦૦૩થી થઈ હતી. આ અવસર પર ભારત સરકાર અમુમન ત્રણ દિવસીય સંમેલનનું આયોજન કરે છે.
આ સંમેલનમાં વિદેશમાં રહેતા એ ભારતીયોને આમંત્રિત કરી સન્માનિત કરાય છે જેમણે પોત પોતાના ક્ષેત્રમાં વિશેષ ઉપલબ્ધી હાંસલ કરી ભારતનું નામ વિશ્વ પહલ પર ગૌરાન્વીત કર્યું હોય. દેશનું નામ રોશન કરનાર આવા લોકોને રાષ્ટ્રપતિના હાથે પ્રવાસી ભારતીય સન્માનથી નવાજવામાં આવે છે આ ઉપરાંત આ સંમેલનમાં પ્રવાસી ભારતીયો સાથે જોડાયેલા મામલા અને સમસ્યાઓ પર પણ વિચાર કરવામાં આવે છે.
પ્રવાસી ભારતીય દિવસનું ઉદેશ્ય
પ્રવાસી ભારતીય દિવસનો મુખ્ય ઉદેશ્ય અપ્રવાસી ભારતીઓની ભારત પ્રત્યેની વિચારસરણી, ભાવનાની અભિવ્યકિત, દેશવાસીઓ સાથે સકારાત્મક વાતચીત માટે એક મંચ ઉપલબ્ધ કરાવવું.
*વિશ્વના દરેક દેશોમાં અપ્રવાસી ભારતીયોનું નેટવર્ક બનાવવું.
*યુવા પેઢીને અપ્રવાસીઓ સાથે જોડવું.
*વિદેશોમાં રહેતા ભારતીય શ્રમજીવીઓની મુશ્કેલીઓ જાણથી તથા તેને દુર કરવાની કોશિશ કરવી.
*ભારત પ્રત્યે અનિવાસીઓને આકર્ષિત કરવા
*વેપાર ક્ષેત્રને વધારવાનો છે.
મહત્વનું છે કે પ્રવાસી ભારતીય દિવસને લઈ દેશના દરેક રાજયમાંથી પણ હોદેદારો તેમાં સામેલ થવા જઈ રહ્યા છે. આ દિવસ દરમિયાન વિવિધ યોજનાઓની સમજુતીની સાથે સાથે તેમાં કેટલી સફળતા મળી તે અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓમાં ખાસ કરીને છેલ્લા કેટલાય સમયથી ચાલતી બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ચર્ચા કરવામાં આવશે.
આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ લોન્ચ કરાયેલી આયુષ્યમાન ભારત યોજનાની સાથે વિકાસના વિવિધ કાર્યો અને આવનાર સમયમાં વિકાસ કેવી રીતે થઈ શકે તે અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. કુંભમેળા અને ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લેવા માટે બહુતાપત ડાયસ્પોરા સમુદાયની ભાવનાઓના સમ્માનમાં ૧૫માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ૯ જાન્યુઆરીની જગ્યાએ ૨૧ થી ૨૩ જાન્યુ.સુધી આયોજિત કરવામાં આવ્યો.
સંમેલનનું આયોજન વારાણસી ઉતરપ્રદેશમાં કરવામાં આવ્યું સંમેલન બાદ પ્રતિભાગિઓને ૨૪ જાન્યુ. કુંભમેળા પ્રયાગરાજ અને ૨૬ જાન્યુઆરીએ દિલ્હી ગણતંત્ર પરેડમાં સામેલ થવાનો અવસર મળશે. ૨૧ જાન્યુ. યુવા પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન યુવા મામલા અને ખેલકુદ મંત્રાલયની સાજેદારીથી કરવામાં આવ્યું.