માલણીયાદમાં ચકલીઓના ટપોટપ મોત મામલે પશુ ડોકટરે અગમચેતીના પગલા ન ભર્યાનો આક્ષેપ

હળવદના માલણીયાદ ગામે આજે વધુ ૨૫ જેટલી ચકલીઓના ટપો – ટપ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. જો કે બે દિવસ અગાઉ મોટી સંખ્યામાં ચકલીઓના મોત થવા છતાં પશુ ડોકટર દ્વારા અગમચેતીના પગલાં ન ભરવા ઉપરાંત મોતનું કારણ જાણવા પીએમ ન કરાવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૨૦૦ ચકલીઓનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં બે દિવસ પૂર્વે ઝેરી અસરથી અસંખ્ય ચકલીઓ  જેટલી ચકલીઓનાં મોત થતા સમગ્ર હળવદ પંથકના પક્ષી પ્રેમીઓ તેમજ જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં આજે ફરી ૨૫ થી વધુ ચકલીઓના એક સાથે મોત થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે સતાવાર રીતે આ આકડો ઓછો દર્શાવવામાં આવી રહ્યો છે.

ફરી એક વખત ચકલીઓના મોટી સંખ્યામાં મોત નિપજતા આજે વનવિભાગ, તથા પશુ ડો. એન.ટી. નાયકપરા તેમજ બર્ડ હેલ્પલાઈન ટીમમાં મહેશ નાડોદા, નીરવ ખત્રી,હષે વાધેલા, ચિરાગ વાધેલા, રવિ સોલંકી, ઉષા ચૌહાણ વગેરે ઘટના સ્થળે પહોચી ગયા હતા અને અનેક ચકલીઓને ઇન્જેક્શન આપી બચાવી લેવામાં આવી હતી. જો કે ઉપરાછાપરી બીજી વાર બનેલી ચકલીઓના મોતની ઘટના બાદ આજે તંત્ર જાગ્યું છે અને હવે ચકલીઓના મૃતદેહનું પીએમ કરી મોતનું કારણ જાણવા પ્રયાસ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.