ગુજરાતમાં કોરોનાના ખતરનાક પ્રસાર થઈ ગયો છે. આજે વધુ ત્રણ 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ છેલ્લા 6 દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 33એ પહોંચ્યો છે. જેમાંથી એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે.
આ અંગે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતીએ રવિએ જણાવ્યું કે, દરરોજ સાંજે મુખ્યમંત્રી સાથે હાઈપાવર કમિટીની બેઠક મળશે. અત્યાર સુધીમાં 10 લાખ લોકોનો સર્વે કર્યો છે. તેમજ 11 હજાર 108 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. તેની સાથે સાથે 1583 આઇસોલેશન બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને 609 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં 1500 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે.
સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરાઈ છે. લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઈપણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. લૉકડાઉનનું ચુસ્ત પાલન માટે પોલીસ ઉપરાંત એસઆરપીની 6 કંપની, રેપિડ એક્શન ફોર્સની 4 કંપની પણ રાજ્યમાં તહેનાત રહેશે