વડોદરા શહેર અને જિલ્લામાં આજે કોરોના વાઈરસના વધુ 44 કેસ નોંધાયા છે. આ સાથે સવારે બે બાદ વધુ ત્રણના મોત સાથે એક જ દિવસમાં પાંચના મોત થયા છે. કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1695 ઉપર પહોંચી ગઇ છે. અને વડોદરામાં આજે વધુ 13 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 1105 દર્દી સાજા થયા છે.
વડોદરામાં હાલ 540 દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી 102 દર્દી ઓક્સિજન ઉપર અને 50 દર્દી વેન્ટીલેટર ઉપર છે.
વડોદરા શહેરમાં આજે માંડવી, વાઘોડિયા રોડ, વારસીયા, વાડી, પાણીગેટ, ફતેપુરા, નાગરવાડા, આજવા રોડ, બાપોદ, હાથીખાના, છાણી, પોલો ગ્રાઉન્ડ અને કારેલીબાગ વિસ્તારમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા ગ્રામ્યના પાદરા, મંજુસર અને મોટા મોતીપુરા ગામમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.