Abtak Media Google News
  • રાજ્યમાં 24 કલાક દરમિયાન આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સૌથી વધુ 14 ઈંચથી વધુ વરસાદ વરસ્યો
  • વડોદરા જિલ્લાના પાદરા અને વડોદરા તાલુકા ઉપરાંત નર્મદાના તિલકવાડા તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો
  • ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 53 ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આણંદ જિલ્લાના બોરસદ તાલુકમાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ વડોદરા જિલ્લાના પાદરા અને વડોદરા તાલુકા ઉપરાંત નર્મદાના તિલકવાડા તાલુકામાં 8 ઈંચથી વધુ, જ્યારે ભરૂચ તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ તાલુકામાં અને છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં 6 ઈંચથી વધુ વારસદા વરસ્યો હોવાના અહેવાલ છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 25 જુલાઇ, 2024ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 53 ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 75 ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 73 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 63 ટકાથી વધુ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 32 ટકાથી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 29 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ડાંગના સુબિર તાલુકામાં, નર્મદાના નાંદોદ તાલુકામાં, વડોદરાના શિનોર તાલુકામાં, ભરૂચના અંકલેશ્વર, ઝઘડિયા અને હાંસોટ તાલુકામાં, ગાંધીનગરના દેહગામ તાલુકામાં તેમજ સુરતના મહુવા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં, રાજ્યના કુલ 15 તાલુકામાં 4 ઈંચ અને 21 તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના આશરે 25 જેટલા તાલુકામાં બે ઈંચથી વધુ અને 47 તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.