કાચબાને સાંસ્કૃતિક પ્રતીક તરીકેની પ્રતિષ્ઠા મળી તેનું મુખ્ય કારણ તેનો ઈન્દ્રિય ઉપરનો અજબ કાબૂ છે. તેનો ઈન્દ્રિય નિગ્રહ આદર પ્રેરે તેવો છે.જયારે તેને શત્રુ તરફથી ભય નિર્માણ થાય છે. ત્યારે તેશાંત સ્થિર થઈ ઉભો રહે છે. પોતાની બધી જ ઈન્દ્રીયોને ઢાલ જેવી પીઠની નીચે સંકોરી લે છે. શત્રુ તરફનો ભય દૂર થતાં જ, બહુ જ સ્વાભાવિક રીતે પોતાનાં અંગો બહાર કાઢી યથાવત, આગળ વધે છે.
આ રીતે પોતાની ઈન્દ્રિયો ઉપર કાબુ મેળવવાની માનવીને તે પ્રેરણા આપે છે. એ જળમાં છે છતાં એ જળ કે બીજા કોઈ જળચર જેવો ચંચળ નથી. પણ એક નાનકડી ટેકરીજેવો અવિચળ છે. એની નીચેથી એની આસપાસથી જળ વહી જાય છે. એ સ્થિર રહે છે. વહેવું નહી પણ વેણની વચ્ચે રહેવું ભાગી છૂટયા વિના આ વાત કાચબો આપણને બહુ સંકિતિક રીતે સમજાવતો હોય એમ નથી લાગતું ? તે સ્થળમાં પણ ચાલી શકે છે. કોઈ પણ પરિસ્થિતિમાં અનૂકૂળ થવુય અને એ પણ સહજતાથી તે શીખ કાચબો આપે છે. શિવ પાસે જવું હોય, માંગલ્યની અનૂભુતિ લેવી હોય તોજીવનમાં ઈન્દ્રિયનિગ્રહ અતિ આવશ્યક છે.