‘કોરોનીલ’ દવા કોરોના પર અસરકારક હોવાનો કહી દાવો કર્યો નથી; પતંજલિના આચાર્ય બાલકૃષ્ણનો આશ્ચર્યજનક ખુલાસો

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની હજુ સુધી અસરકારક સારવાર શોધાઈ નથી ત્યારે તાજેતરમાં યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિએ કોરોના માટે ‘કોરોનીલ’ નામની દવા લોન્ચ કરી હતી આ દવા લોન્ચ કરતી વખતે બાબાએ તેમની દવાના થયેલા કલીનીકલ ટ્રાયમાં આ દવાના ઉપયોગથી તમામ દર્દીઓ કોરોનામુકત થયા હોય ૧૦૦ ટકા અસરકારક હોવાનો દાવો પણ કર્યો હતો. પરંતુ આ દવાના કલીનીકલ ટ્રાયલ સામે પ્રશ્ર્નાર્થો ઉભા થવા પામતા આયુષ મંત્રાલયે તેના પ્રચાર પ્રસાર પર રોક લગાવ્યો હતો. જે બાદ ઉતરાખંડ સરકારે પણ પતંજલિએ આવી દવા બનાવવા માટે તેમની મંજૂરી લેવામા ન આવી હોવાનો ખુલાસો કર્યો હતો. જે બાદ ‘બાબા-ગોળી’ મુદે બાબાની કંપની પતંજલીએ શીર્ષાસન કરીને જણાવ્યું છે કે અમે કદી દાવો નથી કર્યો કે કોરોનીલ દવાની કોરોના મુકત કે તેને કાબુમાં કરી શકાય છે.

પતંજલિના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણએ ગઈકાલે કોરોનીલ દવાના વિવાદ મુદે જણાવ્યું હતુ કે અમે કદી દાવો નથી કર્યો કે કોરોનીલ દવાથી કોરોનાને કાબુમાં કરી શકાય છે કે કોરોના મૂકત થઈ શકાય છે. પરંતુ અમે એવું જણાવ્યું હતુકે કોરોનાગ્રસ્ત દર્દીઓને આ દવાથક્ષ ફાયદો થાય છે. આ દવાના કલીનીકલ ટ્રાયલ દરમ્યાન સારા પરિણામો મળ્યા છે. જેથી આ મુદે કોઈ વિવાદ કરવાની જરૂર નથી કોરોનીલ દવા લોન્ચ કર્યા બાદ આયુષ મંત્રાલયે પતંજલીને આ દવા બનાવવાની મંજૂરી રીસર્ચ કલીનીકલ ટ્રાયલ સહિતના દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતુ જેથી આ દવા કોરોના પર અસરકારક કલીનીકલ ટ્રાયલ દ્વારા પ્રમાણિત થયેલી છે કે કેમ? તે પૂરવાર કરી શકાય ઉપરાંત આ દવાની કોઈ રીસર્ચ સંસ્થાની એથીક કમિટી દ્વારા નોંધણી કરવામાં આવી છે કે કેમ? તેની તપાસ થઈ શકે. જે બાદ ચોતરફથી ભીંસ વધતા પતંજલીના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણએ આ દાવો કર્યો હતો. જેથી આ ‘બાબા-ગોળી’ મદે બાબા રામદેવે પોતાના દાવાથી ફરીને શીર્ષાસન કર્યાનું ખૂલવા પામ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.