ટાઇટેનિક નામ ફરીવાર કાળનું મુખ બન્યું છે વિશ્વના પાંચ ખ્યાતનામ લોકો સાથેનું આ ટાઇટેનિક સબમર્સીબલ સમુદ્રની ગર્તમાં વિલીન થઇ ગયું. ટાઇટન સબમરીન દરિયાના પાણીના દબાણના કારણે વિસ્ફોટ સાથે તૂટી પડી અને દુનિયાના પાંચ મહત્વના વ્યક્તિઓ આપણે ગુમાવ્યા. ટાઇટેનિક સંલગ્ન આ નામ આજે ફરી દુર્ભાગ્યપૂર્ણ સાબિત થયું છે. જયારે આ સબમરીન લાપતા હતી ત્યારે જ જણાવ્યું હતું કે પ્રશ્નકુંડળી મુજબ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની શકે છે અને એ દહેશત મુજબ જ આ દુર્ઘટના બનવા પામી છે!
પ્રશ્નકુંડલીમાં લગ્નેશ અને અષ્ઠમેશ શુક્ર બંને મારક સ્થાનના સ્વામી મંગળ અને પાણીના કારક ચંદ્ર સાથે દશમે છે વળી મારક મંગળ નીચસ્થ છે અષ્ટમેશ લગ્નેશનો મારક સાથે નીચસ્થ સબંધ અને પાણીના કારક ચંદ્ર સાથે સબંધ આ દુર્ઘટનાને બખૂબી સમજાવે છે!!
ઠીક આ રીતે જ ૧૫ એપ્રિલ ૧૯૧૨ના ટાઇટેનિક જહાજ ડૂબ્યું ત્યારે સૂર્ય સંક્રાંતિ થઇ ચુકી હતી અને અષ્ટમેશ શુક્ર જળના કારક ચંદ્ર સાથે અને રાહુ સાથે ગ્રહણ યોગ બનાવતા હતા એ સમયે ઇતિહાસના પન્ને આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને ગહન પાણી દર્શાવતી રાશિ વૃશ્ચિકમાંથી વક્રી ગુરુ પસાર થઇ રહ્યા હતા!! આ બંને ઘટનાઓ માં આ નામે ઇતિહાસ પુનરાવર્તિત કર્યો છે અને બંને સમયના ગ્રહો દુર્ઘટનાનો ક્રમ સમજાવી જાય છે.!!
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨—