ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. ટાઈમ ટેબલ મુજબ 31 માર્ચ 2020ના રોજ સવારના 10થી 12 વાગ્યા સુધી ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું પેપર લેવામાં આવશે.
બપોરના 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી બાયોલોજી અને 3થી 4 વાગ્યા સુધી ગણિતનું પેપર લેવામાં આવશે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની આ પરીક્ષા માટે ગ્રુપ-Aમાં 49,888 અને ગ્રુપ B-માં 75,519 તથા AB ગ્રુપના 374 મળી કુલ 1 લાખ 25 હજાર 781 વિદ્યાર્થીઓ નોંધાયા છે.