ડિલેઇડ જસ્ટીસ…ડીનાઇડ જસ્ટીસ
તારીખ પે તારીખ : સમયસર ન્યાય આપવામાં ‘રોડા નાખનાર’ સામે સુપ્રીમની લાલ આંખ
કાયદાકિય દાવપેચના કારણે નિર્ભયા ગેંગરેપનાં આરોપીઓની ફાંસીમાં થઈ રહેલા વિલંબની વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે, મોતની સજા જયાં સુધી અંજામ સુધી પહોંચે તે અત્યંત જરૂરી છે. વધુમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, એવો સંદેશ ન જવો જોઈએ કે મોતની સજા ઓપન એન્ડેડ છે અને તે સજા થઈ હોય તેવા કેદીઓ દર સમયે તેને પડકારી શકે છે ત્યારે બીજી તરફ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, મોતની સજા બાદ દોષિતોને ૭ દિવસમાં જ ફાંસી માટેની ગાઈડલાઈન નકકી કરવાની માંગ કરતી અપીલ પર સુનાવણી હાથ ધરવી જોઈએ.
દેશની ન્યાય પ્રણાલીને કોઈ દિવસ ભાવુકતા સાથે તેની તુલના ન કરી શકાય. કયાંકને કયાંક અસીલોના કારણે જે નિયત સમય પર કોર્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય તેમાં ઘણો ખરો વિલંબ પણ જોવા મળે છે. કહેવાય છે કે ડિલેઈડ જસ્ટીસ ઈસ ડિનાઈડ જસ્ટીસ. કાયદાની સિથિલતા પણ ઘણાખરા અંશે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ત્યારે યોગ્ય પગલા જો લેવામાં આવે તો ન્યાયિક પ્રક્રિયા ઉપર જે પ્રશ્ર્ન ઉદભવિત થઈ રહ્યા છે તે આગામી સમયમાં નહીં થાય ત્યારે સુપ્રીમ કોર્ટનાં જણાવ્યા અનુસાર ન્યાય પ્રક્રિયા સમયસરતાને ભાવુકતાથી ઠેલાવી ન શકાય. સુપ્રીમ કોર્ટ દ્વારા જયારે કોઈપણ નિર્ણય આપવામાં આવતો હોય તેને પૂર્ણત: સ્વિકારવાનો રહે છે અને સમયસુચકતામાં તેને પાર પણ કરવાની જવાબદારી રહેતી હોય છે પરંતુ સમયસર અને ન્યાય આપવામાં રોળા નાખનાર સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. કારણકે ઘણાખરા વકિલો તેમના અસીલોને બચાવવા માટે કોર્ટમાં તારીખ પે તારીખ કરતા નજરે પડે છે જેથી જે યોગ્ય નિર્ણય આવવો જોઈએ તે આવી શકતો નથી. ન્યાય વાંચ્છુકોને ઘણીખરી તકલીફોનો સામનો પણ કરવો પડતો હોય છે.
સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી એ સમય આવી છે જયારે નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસનાં ચાર આરોપીઓ એક પછી એક અપીલ કરી રહ્યા છે જેથી તેમની ફાંસીમાં ઘણોખરો વિલંબ થઈ રહ્યો હોય તેવું લાગે છે. આ તકે કોર્ટે ભાર આપીને કહ્યું છે કે, આ કાયદા મુજબ થવું જોઈએ અને જજોની સમાજ તથા પીડિતો પ્રત્યેની પણ ફરજ છે જેથી યોગ્ય ન્યાય મળે તે પણ ન્યાય પ્રણાલીની પ્રથમ આવશ્યકતા છે. ચીફ જસ્ટીસ એસ.એ.બોબડે, જસ્ટીસ એસ.એ.નઝીર અને જસ્ટીસ સંજીવ ખન્નાની બેંચે આ ટીપ્પણીઓ એક અરજી પર સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી. આ મામલો યુપીમાં ૨૦૦૮માં એક જ પરીવારના ૭ લોકોની હત્યા સાથે જોડાયેલો છે જેમાં પરીવારની એક યુવતીનું પ્રેમ-પ્રકરણ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું ત્યારે યુવતીએ તેના પ્રેમી સાથે મળી માતા-પિતા, તેના બે ભાઈઓ અને ભાભીઓની સાથે પોતાના ૧૦ મહિનાનાં ભત્રીજાની હત્યા કરી હતી જે મામલે સુપ્રીમ કોર્ટે મોતની સજા ફટકારી છે.
વકિલો આ પ્રકારનાં ગંભીર ગુનામાં દોષિત આરોપીઓને બચાવવા માટે અનેકવિધ પ્રકારે અરજી કરતા હોય છે અને સુપ્રીમ કોર્ટ કે કોઈપણ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં રોળા નાખતા નજરે પડે છે ત્યારે દેશમાં જે ન્યાય પ્રક્રિયા ઉપર લોકોનો અર્થાગ વિશ્ર્વાસ અને ભરોસો રહ્યો છે તેને કોઈપણ રીતે અટકાવી ન શકાય તે હેતુસર સુપ્રીમ કોર્ટ દ્વારા ટીપ્પણી કરવામાં આવી રહી છે અને આ પ્રકારનાં લોકો વિરુઘ્ધ લાલ આંખ કરવાની પણ તૈયારી સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી રહી છે. એ વાત સ્પષ્ટ છે કે કોઈપણ વ્યકિત કોર્ટના શરણે ત્યારે જ આવે છે જયારે તેણે ન્યાય માટેની આશા હોય પરંતુ જે રીતે લોકો કોર્ટનાં નિર્ણયોને આડે હાથ લઈ રહ્યા છે ત્યારે એ વાતની સ્પષ્ટતા થાય છે કે સમય સુચકતામાં જ સજા કે જે કોઈ નિર્ણય કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હોય તેને પરીપૂર્ણ કરવો જોઈએ.