તમસો મા જયોતિર્ગમનય હે સૂર્ય અમને પણ અંધકારથી પૂર્ણ પ્રકાર તરફ લઇ ચલો એટલે કે મકર સંક્રાંતિના દિવસથી ભગવાન સૂર્ય પોતાનું તેજ વધારે છે. અને પૃથ્વીના ગોળાર્ધમાં પ્રવેશે છે. હિન્દુ ધર્મ પ્રમાણે મહિનાને બે ભાગમાં વહેચવામાં આવે છે કૃષ્ણ પક્ષ અને શુકલ પક્ષ પહેલું ઉતરાયણ અને બીજી દક્ષિણાયન મકર સંક્રાતિના દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમા કરવાની દિશા બદલાવીને થોડી ઉતર તરફ વળી જાય છે. જેથી આ સમયને ઉતરાયણ કહેવાય છે.
સ્વંગ ભગવાન શ્રી કૃષ્ણે પણ ઉતરાયણનું મહત્વ બતાવવા ગીતામાં કહ્યું છે કે, ઉતરાયણના છ મહિનાના શુભ સમયમાં જયારે સૂર્યદેવ ઉતરાયણ હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે તો આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાની વ્યકિતનો પુન: જન્મ નથી થતો, આવા લોકો બ્રહ્મને પ્રાપ્ત કરે છે તેનાથી વિપરીત સૂર્ય દક્ષિણાયન હોવાથી પૃથ્વી અંધકારમય થાય છે. અને આ અંધકારમાં શરીર ત્યાગ કરવાની પુન: જન્મ લેવો પડે છે.
મકર સંક્રાંતિએ જ્ઞાનની દેવીમાં સરસ્વતીની પુજા, આદર કરવાનો પણ તહેવાર છે. જીવનના લક્ષ્યો પુરા કરવાની ઇચ્વા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે. મકર સંક્રાતિનો મહત્વપૂર્ણ સમય પરિવર્તનનો, જુનું ત્યજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મીઠાઇઓ, ખાદ્ય પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉ, બાજરી કે જુવાર ને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે. બહેન-દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવામાં આવે છે. ગૌ માતાનું પુજન કરવામાં આવે છે. ભારતના અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરોને અન્ન, વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન ભેટ સ્વરુપે આપે છે. મકર સંક્રાતિના પછીના દિવસે પશુ-પ્રાણીઓ ખાસ તો ગાયને પણ યાદ કરાય છે.
ગુજરાત રાજય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમાં ઉતરાયણ એ બધા લોકો (જેમાં તમામ સમાજના ના લોકો આનંદ મેળવે છે) માટે મહત્વના તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાવવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદ ભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને ફાનસ ઉડાડે છે જેને ટુકકલ તરીકે ઓળખવામાં આવે છે. ઉતરાણનો બીજો દિવસ (૧પ જાન્યુઆરી) વાસી ઉત્તરાયણ તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસના આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.