અરજદારોનો ધસારો વધી રહ્યો હોય, દસ્તાવેજની નોંધણી ઝડપથી થઈ શકે તે માટે સમય વધારવાનો સરકારનો નિર્ણય, કચેરીઓ ૧૦:૩૦ની બદલે ૯ વાગ્યાથી ખુલશે
રાજકોટ સહિત ૧૪ સબ રજિસ્ટ્રાર કચેરીનો સમય દોઢ કલાક વધારાયો છે.અરજદારોનો ધસારો વધી રહ્યો હોય, દસ્તાવેજની નોંધણી ઝડપથી થઈ શકે તે માટે સમય વધારવા સરકારે નિર્ણય લીધો છે.
નવી જંત્રી અમલમાં આવે તે પૂર્વે જૂની જંત્રી પ્રમાણે દસ્તાવેજો નોંધાવી લેવા આવી રહેલા લોકોની સતત ફરિયાદને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે અમદાવાદ, ધોળકા, સાણંદ, ડીસા, ભાવનગર, બોટાદ, મહેસાણા, ગોધરા, રાજકોટ, કતારગામ અને સુરત અઠવાની સબરજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોની નોંધણી કરવાનાસમથમાં દોઢ કલાકનો વધારો કરી આપવાની આજે કરી છે.
પંદરમી એપ્રિલથી નવી જંત્રી અમલમાં આવવાની હોવાથી ધસારો વધારે થઈ રહ્યો હોવાથી લોકોની સગવડ વધે તે માટે સરકારે આ નિર્ણય લીધો છે.સરકારે ૧૪ કચેરીઓમાં દસ્તાવેજની નોંધણીનો સમય સવારે ૧૦.૩૦ કલાક હતો તે વધારીનેસવારે ૯ કલાકથી ચાલુ કરી દેવાનો નિર્ણવ દીધી છે.
ગાંધીનગરની સબરજિસ્ટ્રારની ક્વેરીનો સમય સવારના સાઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધીનો કર્યો પરંતુ દસ્તાવેજ નોંધણી માટે ઘસારો હોય તેવી અમદાવાદના નરોડા, સમય અસારવા, સૌલા, વાડજ અને અસલાલીની સબરિવાર કચેરીના કચેરીની સમયમાં વધારો જ ન કરવામાં આવતો હોવાની બૂમ ઊઠી હતી. મિલકતની ખરીદીનો દસ્તાવેજ નોંધાવવા જતાં લોકોનું કહેવું છે કે દરેક ઝોનમાં એક સરખો જ સમય રાખવો જોઈએ.
સરકારે લોકોની આ લાગણીને સ્વીકારીને અમદાવાદના પાલડી, બોપલ, ધોળકા, સાણંદ, દસક્રોઈ તાલુકાનીસબરજિસ્ટ્રારની કચેરીનો સમય સવારે ૧૦.૩૦ને બદલે સવારે ૯નો કરી દીધો છે. આજ રીતે ડીસા, ભાવનગર સિટી, બોટાદ, મહેસાણા, ગોધરા, રાજકોટ-૫ , સુરતમાં કતારગામ, સુરત શહેરમાં અઠવા કિલ્લા ચોકબજાર, સુરતના નાનપુરાની સબરજિસ્ટ્રારની કચેરી સવારે નવ વાગ્યાથી દસ્તાવેજની નોંધણી માટે ચાલુ કરી દેવાનો નિર્ણય લીધો છે.