અબતક, રાજકોટ

‘પ્રકૃતિવંદના’એ સ્વયંને અને પરિવારને પ્રકૃતિનાં તત્વો સાથે ફરીથી જોડવાનો પ્રયાસ છે. આજે લાખો પરિવારો પ્રકૃતિનાં વિવિધ સ્વ‚પોની ભાવવંદના કરીને કૃતજ્ઞતાનો અર્ઘ્ય અર્પણ કરી રહ્યા છે. તે ખૂબ આનંદની વાત છે. એવું ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું.  તેઓ આત્મીય યુનિવર્સિટી ખાતે યોજાયેલ પ્રકૃતિવંદનાના કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા.

ત્યાગવલ્લભ સ્વામીએ ઉમેર્યું હતું કે, પ્રકૃતિ સાથેનો માણસનો સંબંધ તેના મન-મસ્તિષ્ક અને શરીર પર સકારાત્મક અસર કરે છે તે અનેકવિધ વૈજ્ઞાનિક પ્રયોગોના માધ્યમથી સુપેરે સાબિત થઇ ચુક્યું છે.

પ્રકૃતિના આશિષ માટે સહુનો સાથ જ‚રી: વનસંરક્ષક પરમાર

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા રાજકોટ સામાજિક વનીકરણ વર્તુળના વનસંરક્ષક પરમાર કુદરતી સંસાધનોની જાળવણીમાં લોકભાગીદારી ખૂબ જ‚રી હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું.  પ્રકૃતિવંદના જેવા કાર્યક્રમોથી લોકોમાં જાગૃતિ પ્રસરે છે જેને પરિણામે પર્યાવરણના સંરક્ષણમાં ફાયદો થાય છે.

હિન્દૂ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનના સ્થાનિક ક્ધવીનર ત‚ણભાઈ પેથાણીએ કાર્યક્રમની ભૂમિકા સમજાવતાં કહ્યું હતું કે, આધુનિક હોવાના ભ્રમમાં આજે માણસ પ્રકૃતિના આ તત્વોના ઉપકારોને જાણે વિસરી ગયો છે. આ ઉપકારોનું પુન: સ્મરણ કરવા માટે તેમજ ખાસ કરીને બાળકોમાં નાનપણથી પ્રકૃતિના સંસ્કારો રોપવા માટે આ ભાવવંદના કાર્યક્રમનું કરાયું છે.

આ કાર્યક્રમ દરમિયાન ગાય, વૃક્ષ, માટી, જળ, અગ્નિ અને વાતાવરણની મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવી હતી. શાંતિપાઠ, જનમંગલ સ્તોત્રનાં ગાન અને મંત્રપુષ્પાંજલિથી વાતાવરણમાં દિવ્યતા પ્રસરી હતી.

આ પ્રસંગે જીલ્લા વન અધિકારી રવિપ્રસાદ, જાણીતા ઉદ્યોગપતિ ચંદુભાઈ વિરાણી, ગ્રીનફીલ્ડ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ પાડલિયા, ગ્લોબલ ટ્રસ્ટના પ્રમુખ દિપકભાઈ વ્યાસ, પ્રો. સમીર વૈદ્ય, આત્મીય યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. ડી.ડી.વ્યાસ, હિરાણી કોલેજના પ્રો. કાંતિ ઠેસિયા, ગૌસેવક રમેશભાઈ ઠક્કર, એનિમલ હેલ્પલાઇનના મિતલભાઈ ખેતાણી, કિસાન સંઘના પ્રમુખ દિલીપભાઇ સખીયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણીઓ કિશોરભાઇ મુંગલપરા, મુકેશભાઇ કામદાર, નરેન્દ્રભાઈ દવે ઉપરાંત આત્મીય યુનિવર્સિટીના અધ્યાપકો, બાળકો, હરિભક્તો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું યુ-ટ્યુબના માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.