રણમાં ‘એરંડો પ્રધાન’ની જેમ કરવેરા વિભાગ પાસે વિવાદો ઉકેલવા કોઈ નિષ્ણાત કનસલટન્ટ ન હોવાથી કરચોરી કરનારાઓના સામાન્ય કનસલટન્ટ પણ તંત્રને મહાત આપવામાં ‘કાબા’ પુરવાર થાય છે, અને સરકાર તરફી તાંત્રિક ઇચ્છાશક્તિનો અભાવ સામેવાળા માટે નજીવી ફી કરોડોનો ફાયદો કરાવનારી બને છે
વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતા ભારતમાં અર્થતંત્રને પાંચ ટ્રીલિયન અમેરિકન ડોલર નું કદ આપવાના રોડમેપ તૈયાર થઇ ચૂક્યો છે ત્યારે મહેસૂલી આવક અને ખાસ કરીને મળવા પાત્ર કરની વસુલાત માં બાકી રકમ અને વિવાદોના ઉકેલ માં ફસાયેલી કરની રકમ નું ઉધાર ખાતું ઝીરો-ટોલરન્સ સુધી લઈ જવા ની આવશ્યકતા ના સંજોગોમાં સરકારે દેશના કરવિવાદના ઉકેલ માટે વિશ્વાસનો માહોલ ઊભો થાય તે માટે વિવાદ સે વિશ્વાસ યોજના થકી કરના વિવાદો ઉકેલવા માટે કરદાતાઓને છૂટ્ટો દોર આપ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક કરદાતાઓની નિયતિ અને વચેટીયાઓની માયાજાળ થી આ યોજનામાં ધાર્યું પરિણામ આવ્યું નથી
સરકારી વિભાગમાં વિવાદોનાઉકેલના પ્રયાસોમાં ઊભી કરવામાં આવતી વચેટિયા તત્વો ની આટી ના કારણે આલીયા માલીયા જમાલોયા ફાવી જાય છે ટેક્સના વિવાદો ઉકેલવા વિવાદ સે વિશ્વાસની યોજનાની અમલવારી તથા ટેક્સના વિવાદના કરવામાં સરકાર તરફે નિષ્ણાતોની મોટી ખોટ ના કારણે ઈન્કમટેકસ એપેલેટ થી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સવા લાખથી વધુ કેસ પેન્ડિંગ પડ્યા છે અને કુબેરના ભંડાર પણ હમણાં લાગે તેટલી ૪૯૬૦૦ ટ્રિલિયન ની રકમ ફસાઈ ગઈ છેટેક્સ ના વિવા દો દૂર કરવાના અભિયાનમાં લોકોમાં વિશ્વાસ ઉભો કરવો આવશ્યક છે નીતિમત્તા થી કરનારાઓને મળવાપાત્ર પ્રોત્સાહન ની ચુકવણી અને કરવામાં ઉત્સાહ રહે તેઓ માહોલ નો અભાવ છે અને ગણ્યાગાંઠ્યા આંગળીના ટેરવે ગણાય તેટલા અધિકારી અને કર્મચારીઓ સિવાય કર વેરા વિભાગમાં બાબુ સાહિ થી નોકરી કરનારા અને મારે શું ?નાદાંડાઈ વેડા થી નોકરી કરનારા લોકોના કારણે કરચોર તત્વોને મોકળુ મેદાન મળી ગયું છે તો સામે કરવેરામાં ઠાગાઠૈયા કરનાર લોકોને સરકાર તરફ કર વસૂલાત કરી શકે તેવા નિષ્ણાત અધિકારીઓની ખોટ હોવાના કારણે ફાવટઆવીગઈ છે કર ચોર તત્ત્વ સામે ટેક્સની વસૂલાત સામેની લડત આપી શકે તેવા સરકાર તરફે નિષ્ણાતોની કમી હોવાથી કર ચોર તત્વો થોડાં નાણાં ખર્ચીને નિષ્ણાતો અને સરકારની ઉઘરાણી સામે ઊભા કરી દેશે અને પરિણામે દેશને લાખો કરોડોનું નુકસાન થાય છે ફી ની ચુકવણી ના નિયમ મુજબ ટેકસ વિભાગ તરફથી નિષ્ણાતોને ખૂબ જ ઓછી ફી મળતી હોવાથી નિષ્ણાતો સરકાર તરફ કામ કરવામાં નિરસતા દાખવે છે “ગોળ નાખો તેટલું ગળ્યું થાય” તેવા સમજીને આવકવેરા વિભાગને વેપારી બુદ્ધિ અભિગમ અપનાવવાની જરૂરિયાત છે પણ બિલાડીની ડોકે ઘંટ કોણ બાંધે ની જેમ સરકારી તંત્રને આ વાત સમજાવવા વાળું કોઈ નથી સરકાર સાથે સમાધાન કાર્ય વલણ દાખવનાર કરદાતાને મળવાપાત્ર રાહત નું પ્રમાણ ખૂબ નજીવું છે નિયમો ના માળખાને જોડ વલણના કારણે સમાધાનમાં તંત્ર જતું કરવા તૈયાર થતું નથી અનેકે સમાધાન પર આવતા અટકી જવાથી મોટી રકમ ફસાઈ જાય છે સંબંધી વિવાદો ઉકેલવા માં કરચોર તત્વો પોતાના હિતમાં નિષ્ણાતોની મદદથી છટકબારીઓ નો ભરપુર લાભ ઉઠાવે છે તેની સામે સરકાર પક્ષે પણ ચાણક્ય જેવા નિષ્ણાંતોની ફોજ ઊભી કરવાની હવે આવશ્યકતા ઉભી થઇ છે ૧૦૦૦થી ૧૫૦૦ કરોડની ચોરી કરનાર ૨૫ ૫૦ કરોડ જેટલો ખર્ચ વકીલો પાછળ કરીને મોટી રકમ ભરવાથી કાં તો કાયમી છુટકારો મેળવી લે છે અથવા તો મોટી મુદતની રાહત મેળવી લેતા હોય છે રણમાં એરંડો પ્રધાન ની જેમ સરકારી અને આવકવેરા વિભાગ પાસે કાબીલ નિષ્ણાત અને ચીવટપૂર્વક સરકાર અને કરવેરા વિભાગના હિતનું જતન કરીને લડનાર ન હોવાથી સામાપક્ષે આલીયા માલીયા દ્વારા નિષ્ણાંત નહીં પણ સામાન્ય ક્ધસલ્ટન્ટને રોકીને પણ વિવાદોમાં સ્વપક્ષે કરોડો રૂપિયાના ફાયદા મેળવી લે છે.
રણમાં એરંડો પ્રધાન ની જેમ સરકારી અને આવકવેરા વિભાગ પાસે કાબીલ નિષ્ણાત અને ચીવટપૂર્વક સરકાર અને કરવેરા વિભાગ નું હિત સાચવીને લડતા ન હોવાથી સામા પક્ષે આલીયા માલીયા અને જમાલિયો દ્વારા નિષ્ણાત નહીં પણ સામાન્ય ટેક્સ ક્ધસલ્ટન્ટ ને ઉભા કરી દઈને વિવાદોમાં સ્વ પક્ષે કરોડો રૂપિયાના ફાયદા મેળવી લે છે, સરકારે વિવાદ સે વિશ્વાસ જેવી યોજનાઓ થકી કર વિવાદો માં સરળતાથી સમાધાન થઇ જાય અને સરકારની આવક વધે અને કરદાતાઓને રાહત થાય તે માટે બનાવેલી યોજનાઓ સરકારી પક્ષકાર નિષ્ણાતોની ગેરહાજરી થી બે અસર બની ગઈ છે માત્ર નિષ્ણાત ટેક્ષ ક્ધસલ્ટન્ટ ના અભાવ
માત્રથીસરકારના અબજો રૂપિયાફસાઈ ગયા છે આ રકમ વસૂલવા માટે સરકાર કાબેલ નિષ્ણાતોની મદદ લે અને ફસાયેલા પૈસા ચીવટપૂર્વક થી વસુલાત થાય તે માટેની વ્યવસ્થા હવે આવશ્યક બની છે, સરકારી તંત્ર અને વિભાગો પાસે સંપૂર્ણ માળખાગત સુવિધા પૂરતી સત્તા હોવા છતાં વ્યવહારુ અભિગમ ના અભાવ અને નિષ્ણાત ની ગેરહાજરીથી વિવાદ સે વિશ્વાસ સુધીની યોજનાઓ પણ બેઅસર થઈ રહી છે ત્યારે આવકવેરા વિભાગને કર વિવાદોમાં પક્ષકારો સામે જનુન પુર્વક લડી શકે તેવા નિષ્ણાત ચાણક્યની જરૂરિયાત હોવાની વાત હવે વહેલી તકે સમજી લેવી જોઈએ