જેની આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા એ ઘડી અંતે આવી ગઈ છે. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. જેને લઈને ખેડૂતોથી લઈને સામાન્ય લોકો તમામના હૈયે ટાઢક જોવા મળી રહી છે.
બીજી તરફ ચોમાસાનું આગમન થવાનું હોય ત્યારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓથી લઈને નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં પ્રિમોન્સુન કામગીરી યુદ્ધના ધોરણે ઉપાડી લેવામાં આવે છે, એપ્રિલ મે અને જૂન માં લાગ લગાતાર પ્રિ-મોન્સૂન કામગીરીમાં લાખોનો નહીં પરંતુ કરોડો રૂપિયા વાપરવામાં આવે છે, અને મહદ અંશે આ પૈસા લેખે પણ લાગે છે.
રહેણાક વિસ્તારમાં ચોમાસાનું પાણીન ભરાઈ અને સરળતાથી વરસાદી પાણીનો નિકાલ થાય તેના મુખ્ય હેતુથી કરવામાં આવતી પ્રિમોન્સુન કામગીરીમાં આપતી નિવારણ માટેના પગલાઓ પણ લેવાય છે, જોખમી ઈ ઇમારતો નું સમારકામ, ખખડધજ ઝાડવાથી લઇ લાઈટના થાંભલા ઓનું રીપેરીંગ જેવી કામગીરી રાબેતા મુજબ કરવામાં આવે છે,
પરંતુ ખરેખર હવે પ્રિમોન્સુન કામગીરીમાં ખાસ કરીને જળાશયોમાંથી કાપ કાઢીને જળાશયોની ઘટી ગયેલી સંગ્રહ ક્ષમતા પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવા સમયની માંગ બની છે, વધતી જતી વસતી અને પાણીની જરૂરિયાતને લઈને કુદરતી અને કૃતિમ જળાશયો અને સંપૂર્ણપણે ભરી તેના કરકસર ફર્યા ઉપયોગની આવશ્યકતા ઉભી થઇ છે,
પાણીનો સામાજિક, ઉદ્યોગિક અને કૃષિ ક્ષેત્રે ઉપયોગ વધતો જાય છે તેની સામે પાણીના કુદરતી સ્ત્રોતો મર્યાદિત છે અને પાણી પણ ઉલેચી રહ્યા છે ત્યારે જળસંચય સંવર્ધન હવે અનિવાર્ય બન્યું છે, વરસાદનું પાણી જેમ બને તેમ વધુ જમીનમાં ઉતરે તે જરૂરી છે, તેની સાથે સાથે પ્રિ-મોન્સૂન કામગીરીમાં કુદરતી જળાશયો ,ડેમ તળાવો ઊંડા ઊતરવાની પણ હવે ખાસ ચીવટ રાખવાની જરૂર છે