દસ દિવસમાં માંગ પુરી નહી કરાય તો ફરજથી વિમુકત રહેવાની ચીમકી

રાજકોટ આઉટડોર વિભાગના દરેક વોર્ડમાં ફરજ બજાવતાં સફાઇ કામદારો તથાસ સુપરવાઇઝર સ્ટાફની મ્યુનિ. બરોથી ચાલી આવતી ઓફ તથા સમયની પ્રણાલીમાં ફેરફાર કરી રવિવાર તથા ગુરુવારના ઓફને સ્થાને બુધવાર તથા શનિવાર કરવામાં આવેલ છે. તેમજ બપોર બાદ નો સમય જે બપોરના ૩ થી સાંજના ૬ સુધીનો હતો તેના સ્થાનો બપોરના ૪ થી સાંજના ૭ સુધીનો કરવામાં આવેલ આ સંદર્ભે કર્મચારીઓ દ્વારા જુનોસમય અમલમાં લાવવા રજુઆત કરવામાં આવી હતી. મ્યુનિ. કમિશનર દ્વારા એક માસ બાદ જુની પ્રણાલી મુજબ સમય કરવાનું જણાવાયું હતું. જે ને એક માસથી વધુ સમય થઇ ગયો હોવાથી ફરી કર્મચારીઓએ મ્યુ. કમિશ્નરને આવેદન પાઠવ્યું હતું.

રજુઆતમાં જણાવ્યા મુજબ કર્મચારીઓને પરીવાર અને બાળકો સાથે રજાની ખુશી મેળવી જોઇએ જેથી તાત્કાલીક અસરથી વોર્ડ ઓફીસના ફરજ બજાવતાં કર્મચારીઓની ઓફ તથા સમય જુની પ્રણાલી મુજબ અમલી કરવા અંગે તાત્કાલીક આ મુદ્દે રવિવાર ઓફ તથા ગુરુવારનો ઓફ તેમજ સમય ૩ થી ૬ કરી આપવા માંગણી છે.

કર્મચારીઓની રજુઆત જો ઘ્યાને લેવામાં નહી આવે તો દસ દિવસ બાદ એટલે કે તા. ૩ ઓગષ્ટ થી આઉટ ડોર વોર્ડ ઓફીસની ફરજો

બજાવતા તમામ સુપરવાઇઝરી સ્ટાફ તથા સફાઇ કામદાર મૂળભુત એવી સફાઇ કામગીરીથી વિમુકત રહેશે. સાથે ત્રણે ઝોન ઓફીસમાં ફરજો  બજાવતા તમામ કર્મચારી આ મુદ્દે ટેકો આપીએ છીએ. તેમ મનપા કર્મચારી પરિષદના પ્રમુખ જયેન્દ્ર મહેતા અને મહામંત્રી બી.બી. જાડેજાએ રજુઆતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.