પાટડીમાં ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ચોટીલા બેઠક પર ઋત્વિક મકવાણાનું નામ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ફાઇનલ
લીંબડી બેઠક પરથી કોંગ્રેસમાંથી કોળી સમાજના આગેવાનને ધ્રાંગધ્રા પટેલ સમાજમાંથી ટિકિટ આપવા વિચારણા
અબતક,
સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જઈ રહી છે તેવા સંજોગોમાં ગુજરાત રાજ્યમાં ત્રિપાખીઓ જંગ સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રી-પાખીયો જંગ થાય તેવા સંજોગોમાં ત્રણેય પક્ષ દ્વારા કમર કસી અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ પક્ષનું સંગઠન પણ હવે ચૂંટણી આવતાની સાથે કામે લાગ્યું છે હાઈ કમાન્ડ સાથે વાતચીત શરૂ કરવામાં આવી છે અને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની યાદીઓ મંગાવવામાં આવી છે, કોંગ્રેસ પક્ષમાં લડવા ઈચ્છતા ઉમેદવારોએ છેલ્લે 18 તારીખ સુધીમાં નામનોમી નેટ કરાવી નાખ્યું છે. પાંચ બેઠકો ઉપરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાંથી 23 થી વધુ ઉમેદવારોએ આશા વ્યક્ત કરી છે. જેમાં વઢવાણ સુરેન્દ્રનગર તેમજ લીંબડી ચોટીલા દસાડા ધ્રાંગધ્રા સહિતની બેઠકો ઉપરથી 23 થી વધુ ઉમેદવારોએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની આસાવ્યક્ત કરી છે.
કોંગ્રેસ ચાલુ ધારાસભ્યમાંથી કોઈની ટિકિટ નહીં કાપે : ચોટીલાથી ઋત્વિકભાઈ મકવાણા અને પાટડીથી નૌશાદ સોલંકીનું નામ ફાઇનલ મનાય છે.
લીંબડી ધ્રાંગધ્રા પાટડી અને ચોટીલા આમ ચાર ધારાસભા 2017-18ની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે હતી પરંતુ રાજીનામાના દોર યથાવત થતા બે બેઠક કોંગ્રેસ દ્વારા ગુમાવવામાં આવી છે અને હાલની પરિસ્થિતિમાં બે ધારાસભ્ય કોંગ્રેસના યથાવત છે જેમાં પાટડી ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી અને ચોટીલા ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા કોંગ્રેસમાં છે તેવા સંજોગોમાં હવે બંને ધારાસભ્ય ની ટિકિટ કોંગ્રેસ કાપવા ઇચ્છતી નથી અને બન્ને ની ટિકિટ પર મહોર લગાવામાં આવી છે.
સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવેલી બેઠકમાં ધાંગધ્રા માંથી પટેલ અને લીંબડીમાંથી કોળી ઉમેદવારને કોંગ્રેસ ટિકિટ આપી રહી હોવાનું ચર્ચા રહ્યું હતું ત્યારે બીજી તરફ વઢવાણ બેઠક ઉપર સસ્પેન્સ હજુ યથાવત રાખવામાં આવ્યું છે ત્યારે હવે વઢવાણ બેઠક ઉપર કયા જ્ઞાતિ સમીકરણ અને કયા પાસા સાથે ટિકિટ આપવામાં આવશે તે અંગે કોંગ્રેસ વિચારી રહી છે