શહેરનાં ત્રણેય ઝોનમાં અલગ-અલગ કામો શકરાયા: સોશિયલડિસ્ટન્સ, માસ્ક પહેરવા સહિતનાં નિયમોનું ચુસ્ત પાલન
કોરોનાને વકરતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે માસથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેમાં ચોથા તબકકાનાં લોકડાઉનમાં ઘણી રાહત અને છુટછાટ આપવામાં આવી છે. લોકડાઉનનાં કારણે છેલ્લા બે માસથી સંપૂર્ણપણે બંધ એવા વિકાસ કામોનો ધમધમાટ મહાપાલિકા દ્વારા શકરીદેવામાંઆવ્યોછે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ, બાંધકામ સમિતિનાં ચેરમેન મનિષભાઈ રાડીયા અને ડ્રેનેજ સમિતિનાં ચેરમેન જયોત્સનાબેન ટીલાળાએ જણાવ્યું હતું કે, લોકડાઉન પહેલા શહેરના જુદા જુદા વિકાસ કામો મજુર થયેલ છે. તેને શરૂ કરવા એજન્સીઓને નોટીસો આપવામાં આવેલ. જેના અનુસંધાને એજન્સીઓ મારફત વિકાસ કામનો પ્રાંરભ કરવામાં આવેલ છે.
વેસ્ટઝોનના વોર્ડ નં.૦૧માં રૈયાધાર રોડ પર પેવિંગ બ્લોક, રૈયાધાર પાસેના રસ્તાનું મેટલીંગ કામ, વોર્ડ નં.૦૮માં આમ્રપાલી ફાટક અન્ડરબ્રિજ અંતર્ગત ડ્રેનેજ લાઈનની સિફ્ટીંગ, સત્યસાંઈ રોડ પર પેવિંગ બ્લોકનું કામ, વોર્ડ નં.૦૯માં નવો બનનાર કોમ્યુનિટી હોલની કામગીરી, વોર્ડ નં.૧૦માં પુષ્કરધામ રોડ વોકર્સઝોનની કામગીરી શરૂ, વોર્ડ નં.૧૧/૧૨માં ગુરુકુળ પર જતો રોડ સી.સી. રોડ બનવાના અંતર્ગત સ્ટ્રોમવોટર લાઈન નાખવાની કામગીરી ચાલુ, વોર્ડ નં.૧૧માં ટી.પી.સ્કીમ નં.૨૬,૨૭,૨૮ના વિસ્તારમાં પાણીની ડી.આઈ. પાઈપલાઈનની કામગીરી શરૂ, આ ઉપરાંત વોર્ડ નં.૧૨માં અમૃત હેઠળ ડ્રેનેજના પાઈપલાઈનની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. તેમજ વેસ્ટઝોનમાં પેચવર્કના કામ શરૂ કરવામાં આવેલ છે.
સેન્ટ્રલઝોન વોર્ડ નં.૦૨માં સને ૨૦૧૯-૨૦ના એક્શન પ્લાનના બાકી રહેલ પેવર કામ શરૂ કરવામાં આવેલ છે. જેમાં શ્રીજી નગરમાં ડામર રી-કાર્પેટની કામગીરી શરૂ, ત્યારબાદ રજાનગર, નહેરુ નગરની તમામ શેરીઓ અને સુભાષનગર પાર્ટમાં, સત્યપ્રકાશ સ્કુલવાળો રસ્તો, હરીધામ સોસાયટી મોચીનગર-૦૨ પાર્ટમાં ડામર રી-કાર્પેટ કરવામાં આવશે. તેમજ ટી.પી. સ્કીમ નં.૦૯ના ૧૫.૦૦મી, ૧૨.૦૦મી અને ૯.૦૦મી ટી.પી. રસ્તાઓ ડેવલપ કરવાનું કામ શરૂ તથા શીતલ પાર્ક ૧૮.૦૦મી. ટી.પી.મી રોડથી જામનગર રોડને જોડતા ૨૪.૦૦ મી. ટી.પી. રોડ ડેવલપ કરવાનું કામ ટુંક સમયમાં શરૂ થશે. વોર્ડ નં.૦૩ રેલનગર મેઈન રોડ પર વરસાદી પાણીના પાઈપલાઈનની કામગીરી કાર્યરત, તેમજ ગુરુદ્વારા પાછળ વોંકળામાં સ્લેબકવર્ડ, સ્લમ ક્વાર્ટરની શેરીઓમાં સી.સી. તેમજ રબ્બર મોલ્ડનું કામ, મિયાણાવાસમાં સી.સી માટેના કામ, ટી.પી.સ્કીમ નં.૨૩-૨૪ના બાકી રહેતા રસ્તાઓનું મેટલીંગ વિગેરે કામો ૨-૩ દિવસમાં શરૂ થનાર છે. વોર્ડ નં.૧૩માં નવલનગર વિસ્તારમાં ડી.આઈ. પાઈપલાઈનની કામગીરી તેમજ સેન્ટ્રલઝોનમાં પેચવર્કના કામો શરૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ સને ૨૦૧૯-૨૦માં બાકી રહેલ એક્શનપ્લાનના કામો શરૂ કરાશે.
ઈસ્ટઝોનમાં વોર્ડ નં.૦૪માં ચરેળાના કામો, વોર્ડ નં.૦૫માં છપ્પન માળિયા ક્વાર્ટરમાં, શક્તિ સોસાયટીમાં ડ્રેનેજ લાઈન તથા મેટલીંગ કામ, વોર્ડ નં.૧૫માં ગંજીવાળા ભાવનગર રોડથી ચુનારાવાળ પમ્પીંગ સ્ટેશન સુધી ડ્રેનજ લાઈન, આજીડેમ ઓવરફલોની બાજુમાં બનનાર બગીચાનું સિવિલ કામ, વોર્ડ નં.૧૮ કોઠારીયા રોડ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પંચનાથ રીઅલ હોમમાં ડ્રેનેજનું કામ, કોઠારીયા વિસ્તારમાં સંતોષપાર્ક, શિવધામ સોસાયટી, પટેલ પાર્ક, કૈલાશ પાર્ક, સોમનાથ પાર્ક, શ્યામ પાર્ક, વિગેરેમાં મેટલીંગ કામ તેમજ ઢેબર રોડના બન્ને સાઈડના પડખામાં મેટલીંગ કામ ટૂંક સમયમાં શરૂ થશે. આ ઉપરાંત ત્રણેય ઝોનમાં પેચવર્કના કામ શરૂ થયેલ છે.