વિરલ નજારો સૂર્યાસ્ત પછી તરત જ જોઈ શકાશે
ગ્રહોની નિકટતાનો રોમાંચ આગામી સોમવારે સાંજે દેખાવાનો છે. સોમવારે ગુરૂ-શનિ એકદમ નજીક ચમકતા દેખાશે.
‘ગણ્યા, ગણાય નહિ, વિણ્યા વિણાય નહિ, તોય મારી છાબડીમાં માય. સોમવાર-ગુરૂ અને શનિ નજીકથી જોવાનો લ્હાવો મળવાનો છે.કાળામાથાના માનવી જયારથી સમજણો થયો ત્યારથી જમીન પર ઉભા ઉભા આકાશના ભેદ પામવાની મથામણ કરતો રહ્યો છે. ચંદ્ર સુધી પહોચેલો માનવી હવે મંગળ સુધી પહોચવાની ફિરાકમાં છે.અવકાશ સંશોધન સંસ્થાઓ સતત પણે માહિતી અને તસ્કરો મેળવી રહી છે. તાજેતરમાં જ નાસાએ ઝડપેલી તસ્વીરોમાં શનિ અને ગૂરૂ એકબીજા તરફ નજીક આવતા હોય તેવી તસ્વીરો મળી છે.લિવરામાં સેનડોઆહા, નેશનલ પાર્કમાં સુર્યાસ્ત પછી આ બંને અલૌકિકગ્રહો આકાશમાં નજીક આવતા દેખાઈ રહ્યા છે. બે દિવસ પછી સોમવારે ૨૧મી ડિસે.એ. આ બંને ગ્રહો ડિગ્રીના ૧૦માં ભાગ સુધીનાં દ્રષ્ટી પરિણામમાં સાથે દેખાશે અને ૧૭મી સદીના ગેલીલીયોના સમય બાદ સોમવારે આ બંને ગ્રહો સૌથી નજીક આવી રહ્યા છે. ગુરૂ તેના પાડોશી શનિને દર ૨૦ વર્ષે સૂર્ય આસપાસ નજીકથી પસાર થાય છે. આ વખતે આ બંને ગ્રહો સૌથી વધુ નજીક આવીને સોમવારે સૂર્યાસ્તપછી બંનેગ્રહોની યુતિ સૌથી નજીક દેખાશે. ઉત્તર ગોળાર્ધમાં શિયાળાની સૌથી લાંબી રાત ક્રિસમસના તહેવારોના માહોલને વધુ રોમાંચિતરશે સોમવારની રાત્રે સર્જનારી શનિ-ગુરૂની આ યુતિ વર્તમાન પેઢીના તમામ લોકોને જીવનમાં એકવાર માણવા જેવા દુર્લભ અનુભવ બનશે.આ અગાઉ આ નજારો જુલાઈ ૧૬૨૩માં યોજાયો હતો. જયારે ચંગેજખાન એશિયાભરમાં વિજય મેળવતો હતો. ત્યારે માર્ચમાં ભેગા થયા હતા શનિ અને બુધ પણ નજીક આવી રહ્યા છે.વર્ઝીનીયાના ખગોળશાસ્ત્રી નહુમ આરબએ આ રોમાંચનો અનુભવ ઈમેલ સંદેશામાં રજૂ કયો હતો. ગૂરૂ અને શનિને એક સાથે જોવા માટે સૂર્યાસ્ત પછી તરત જ તૈયાર થઈ જાજો આકાશમાં ખૂબજ નીચે દક્ષિણ- પશ્ર્ચિમ જોશોતો બુધની ઉપર જમણા ભાગમાં શનિ મંગળ પાસેથી સાવ નજીકથી પસાર થતો દેખાશે. પૃત્વી પરથી નરીઆંખષ સાવ નજીકથી દેખશતા આ ગ્રહો વાસ્તવ ૪૫૦ મિલિયન માઈળ એટલે કે ૭૫૦ મીલીયન કીમી દૂર હશે. પૃથ્વી ગૂરૂથી ૮૯૦ મિલિયમ કિમી દૂર આવેલી છે. ટેલીસ્કોપમાં માત્ર ગુરૂ અને શનિ જ નહિ પરંતુ આજુબાજુના અનેક ચંદ્રોને પણ દેખાડી શકશે.હવે પછી આવો નજારો ૧૫ માર્ચ ૨૦૮૦માં જોવા મળશે તમે જ કહો કેટલા લોકોને આ સંયોગ જીવનમાં બીજી વાર જોવા મળે.